Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૯ જાન્યુઆરી, ગુરૂવાર અને મહા સુદ અગિયારસનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોને સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય. વ્યવસાય અર્થે મિલન-મુલાકાતથી પ્રસન્નતા જણાય.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત ફળદાયી  બની રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં દોડધામ-ખર્ચ જણાય. પરંતુ આનંદ અનુભવો..

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બપોર પછી વ્યગ્રતા-બેચેની  જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૮

 

Cancer (કર્ક: ડ-હ)

બપોર સુધી આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  ખર્ચ-ખરીદી રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૯

 

Leo (સિંહ: મ-ટ)

સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાતથી આનંદ  અનુભવો.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ, મનદુઃખ, ગેર સમજથી  સંભાળવું પડે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૪

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. આરોગ્યની કાળજી રાખવી  પડે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૩

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ખર્ચ-વ્યય જણાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવો. બપોર પછી કામકાજ અંગેની વ્યસ્તતામાં વધારો  થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ-શ્રમ  અનુભવાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

બપોર સુધી કામકાજનો ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે. આપના કામની  કદર-પ્રશંસા થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. આકસ્મિક ખરીદીના લીધે નાણાભીડનો સામનો  કરવો પડે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh