Advertisement
Author: નોબત સમાચાર

આતંકવાદ આસુરી પ્રવૃત્તિઃ સમગ્ર દેશ ઘટનાના વિરોધમાં એક થઈ ઊભો છેઃ જગદ્ગુરૂ શંકરાચાર્ય

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૮: ભારતના કાશ્મીરમાં થયેલ ૨૭ થી વધુ હિન્દુઓને માત્ર પૂછી પૂછીને હિન્દુઓને મારવામાં આવ્યા છે માટે આ એક અભૂતપૂર્વ ઘટના બની છે. બનેલ ઘટનાના ૩ દિવસ પૂર્વે પાકિસ્તાન સેના પ્રમુખ આસિફ મનસુરીએ પાકિસ્તાનમાં જાહેરમાં જે રીતે ૨ નેશન થિયરીની જે વ્યાખ્યા કરી હતી એનું પ્રાયોગિક ઉદાહરણ કાશ્મીરની ઘટના છે. લોકતાંત્રિક ભારત દેશ માટે આ એક ચિંતાની વાત છે કે વિશેષ ધર્મના લોકોને મારવામાં આવે. આ એક બહુ ચિંતાજનક ઘટના છે કે કદાચ આ ઘટનાથી સાંપ્રદાયિક તણાવ અને ગૃહયુદ્ધની સ્થિતિ બની શકે, પરંતુ ભારતની રક્ષા દેવતા કરે છે. આ પ્રકરણમાં પાકિસ્તાનની મૂર્ખતા અને તેની સંલગ્નતા ભારત સહિત સમગ્ર વિશ્વની સામે ઉજાગર થઈ છે. આજે સમગ્ર ભારત આ ઘટનાના વિરોધમાં એક બનીને ઉભું છે.

આ ઘટનામાં જમ્મુ કશ્મીર પ્રશાસન શંકાના દાયરામાં છે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે પ્રશાસનની જવાબદારી ઉપરાજ્યપાલના હાથમાં છે છતાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીની મજબૂત સ્થિતિ નીચેના સ્તર સુધી છે. કેન્દ્રીય શાસન અને સેના દેશની સીમાની રક્ષા કરવા માટે જવાબદાર છે. પ્રદેશનું પ્રશાસન તે પ્રદેશની અંદરની ગતિવિધિ પર નજર રાખે છે. આ આતંકવાદી ઘટનામાં ૩ પાકિસ્તાની અને ૪ કાશ્મીરી લોકો સામેલ હતા. મતલબ કે બનેલ ઘટના મુજબ પ્રદેશના લોકો પણ શામેલ હોવાથી ક્ષેત્રીય પ્રશાસનને કેન્દ્રીય પ્રશાસનને સહયોગ કરેલ નથી. કાશ્મીર પ્રશાસન ક્યારેય ઈચ્છતું નથી કે કાશ્મીરની અંદર હિન્દુ પ્રવેશ કરે અને એવી જ ઈચ્છા પાકિસ્તાન ધરાવે છે.

કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયાનું નિવેશ કરવામાં આવ્યું છે જે પૈસા  સમગ્ર સમગ્ર હિન્દુસ્તાનના હિ છે માત્ર મુસ્લિમના નથી. બધા જ પ્રદેશ બધા લોકો માટે છે કારણ કે... આ લોકતંત્ર છે. કાશ્મીર માત્ર મુસ્લિમ માટે છે એ માનસિકતાને દૃઢતાપૂર્વક દૂર કરવાનો સમય આવી ગયો છે જે ભારત માટે અતિ આવશ્યક છે. બધી જ ક્ષેત્રવાદી શક્તિઓને એક અખંડ ભારતનો સંદેશ દેવો અતિ આવશ્યક છે. અહી અખંડ ભારતનો મતલબ વર્તમાનમાં જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેની એકતાથી છે. કાશ્મીરમાં માત્ર હિન્દુઓને નહિ પરંતુ શીખ, ઈસાઈ વગેરે ને પણ સમાનતા થી આગળ લાવવાની જરૂરિયાત છે. અહી એ વાત પણ વિચારવી જરૂરી છે કે આજ સુધી લોકો કહેતા હતા કે આતંકવાદ ને કોઈ ધર્મ નથી પણ બનેલ ઘટનાથી એ નક્કી થઈ ગયું છે કે આતંકવાદને પણ ધર્મ છે. વૈશ્વિક રૂપથી એ પ્રમાણિત થયું છે કે આતંકવાદમાં ક્યાં મજહબના લોકો છે. જેહાદના નામ ઉપર એક કોમના અને ધર્મ વિશેષથી જોડાયેલા લોકો સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ગયા છે.

જગદ્ગુરૂએ તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે કાશ્મીરની રાજ્ય સરકારની નીતિ એવી છે કે કાશ્મીરમાં કોઈ હિન્દુ પ્રવેશ ન કરે. ભારત સરકારે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh