Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોએબ અખ્તર, આરજુ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ સહિત
નવી દિલ્હી તા. ર૮: કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા ભારતમાં શોએબ અખ્તર સહિત અનેક ન્યૂઝની યુ-ટ્યુબ ચેનલ બંધ થઈ ગઈ છે.
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે.
ગૃહમંત્રાલયની ભલામણો પછી ભારત સરકારે પાકિસ્તાનની ઘણી યુ-ટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ચેનલોમાં ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર, આરઝુ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવા ઘણાં મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ રર એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ આતંકવાદી ઘટના પછી ગૃહ મંત્રાલયની ભલામણોને ધ્યાનમાં લઈને ભારત તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરૂદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, જૂઠ્ઠાણા અને ખોટી માહિતી ફેલાવવા બદલ ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.
પાકિસ્તાનની જે ૧૭ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શોએબ અખ્તરની ચેનલ તેમજ ત્યાંના ઘણાં મોટા મીડિયા હાઉસની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય છે ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર ટીવી, ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટસ અને ઉઝૈર ક્રિકેટ જેવા નામોનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial