Advertisement
Author: નોબત સમાચાર

શેરબજાર ધડામ... સેન્સેકસમાં ૧૫૨૬ અને નિફટી ૪૭૦ પોઈન્ટનો કડાકો

ટ્રમ્પના ભડકાઉ ભાષણ પછી માર્કેટમાં બ્લેક થર્સ ડેઃ ક્રુડમાં ભડકોઃ સોના-ચાંદીમાં કડાકો

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨: ટ્રમ્પે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં યુદ્ધ ભડકાવનારા સંકેતો અપાતા જ શેરબજાર ધડામ પછડાયું છે, અને ક્રુડના ભાવો ઉંચકાયા છે. જયારે સોના-ચાંદીમાં પણ કડાકો બોલ્યો છે.

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ 'બ્લેક થર્સડે' સાબિત થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપતાં કહૃાું હતું કે અમે હજુ ૨-૩ અઠવાડિયા સુધી ઈરાનને હચમચાવીશું અને તેને પાષાણ યુગમાં ધકેલી દઈશું... તેમના આ નિવેદનથી ફરી એકવાર વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ. બીજી બાજુ નકારાત્મક સંકેતો અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને પગલે ઘરેલું બજારમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો, જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે.

આજે બપોરે સેન્સેક્સમાં ૧,૫૨૬ જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. તો નિફ્ટીમાં ૪૪૫ થી ૪૭૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

બજાર નિષ્ણાતો માને છે કે આ તો માત્ર શરૂઆત છે. ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કિમતોમાં સતત વધારો થઈ રહૃાો છે. પરિસ્થિતિ એવી છે કે ફેબ્રુઆરીના અંતથી તેલના ભાવમાં ૫૦%નો વધારો થયો છે.

ટ્રમ્પના ભાષણ પછી એશિયન શેરબજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૧.૫% ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ૨.૬% ઘટ્યો. સિઓલના બજારમાં અગાઉનો ફાયદો સંપૂર્ણપણે ગુમાવી દીધો. હોંગકોંગનો હેંગ સેંગ ૧% ઘટ્યો, જ્યારે શાંઘાઈ, સિગાપોર, તાઈપેઈ અને સિડનીના બજારોમાં પણ વેચાણ જોવા મળ્યું.

રોકાણકારોને આશા હતી કે ટ્રમ્પ યુદ્ધ સમાપ્ત કરવાના નક્કર સંકેતો આપશે. જોકે, કોઈ સ્પષ્ટ સંકેત ન મળતા, રોકાણકારોએ ેજોખમથી દૂર રહેવા અભિગમ અપનાવ્યો, જેના કારણે ભારે વેચાણ થયું. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેકસ ૫૦૦ પોઈન્ટ તથા નીફટી ૧૫૦ પોઈન્ટ માઈનસ હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh