Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એરપોર્ટ પર 'ફ્લાયબ્રેરી' અને 'અવસર' સુવિધાનો પ્રોગ્રામ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના હસ્તે વર્ચ્યુલ ઉદ્ઘાટન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે સુવિધા ફલાયબેરી અને અવસરનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયકના હસ્તે રાજકોટ એરપોર્ટથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જામનગર એરપોર્ટ પર સ્થાપિત ફલાયબ્રેરી, મુસાફરોને ફલાઈટની રાહ જોતા સમયે વાચનનો અનોખો અનુભવ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત મુસાફરો ફલાઈટની રાહ જોતા સમયેે પુસ્તકો વાંચી શકે છે, પોતાના પ્રવાસ દરમ્યાન વાંચવા માટે પુસ્તક લઈ જઈ શકે છે અથવા અન્ય મુસાફરો માટે પોતાનું પુસ્તક અહીં મૂકીને જઈ શકે છે. આ પહેલ મુસાફરોમાં વાચનની સંસ્કૃતિ અને જ્ઞાન વહેંચવાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે. જયારે અવસર કાઉન્ટર જામનગરના સ્થાનિક કારીગરો અને હસ્તકલા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરવામાં આવ્યો છે. અહીં બાંધણી સહિત જામનગરના પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલ સ્થાનિક કારીગરોને તેમના ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવે છે અને સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh