Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામ દ્વારકામાં ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જયંતીના અવસરે
દ્વારકા તા. રઃ આજે ચૈત્રી પૂર્ણિમા અને હનુમાન જયંતીના પાવન અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં.
વહેલીસવારે ગમોતી સ્નાન કરી અંદાજે દસ હજાર ભક્તોએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો. સવારથી બપોરના રાજભોગ દર્શન સુધીના સમયમાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. પારસ પીપળાનું પૂજન મહિલાઓએ કર્યું હતું.
આજે પૂજારી પરિવારના ચંદ્રેશભાઈ, મનિષભાઈ તથા સહયોગી પરિવારે બે વખત અન્નકોટ મનોરથનું આયોજન ભાવિકોના સહયોગથી કર્યું હતું.
આજે દ્વારકામાં બપોરે વરસાદના ઝાપટા પડ્યા હતાં, તેમ છતાં વરસતા વરસાદે ભાવિકોએ મંદિર પરિસરને જય દ્વારકાધીશના નાદ્ સાથે શ્રીજીના દર્શનનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial