Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ મથકના કર્મચારી સામે પગલાંની માગણી સાથે આવેદન

હિન્દુ સંગઠનો વિશે ઉતરતી કક્ષાની ટિપ્પણીનો મુદ્દોઃ

                                                                                                                                                                                                      

જામનગરના દાવલશા ફળી વિસ્તારમાં વસવાટ કરતા અને દુર્ગાવાહીની સંસ્થા સાથે સંકળાયેલા એક મહિલાના પરિવાર પર પાડોશમાં રહેતા અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયેલા પરિવારને પોલીસ મથકે સહકાર મળવાની જગ્યાએ અપમાનનો સામનો કરવો પડતા અને ફરજ પર હાજર કોન્સ્ટેબલે વિશ્વ હિન્દુ પરિષદ જેવા રાષ્ટ્રીય સંગઠનો વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારતા જામનગર વિહિપ દ્વારા ડીવાયએસપી જે.એન. ઝાલાને આવેદન આપવામાં આવ્યું છે અને પ્રજાનો રક્ષક પૂર્વગ્રહથી પીડાઈને આવી વર્તણૂંક કરે તો સમગ્ર પોલીસતંત્રની છબી પર પ્રશ્નાર્થ ઉભો થાય છે તેથી આવા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. પગલાં ભરવામાં ન આવે તો સૌરાષ્ટ્રસ્તરે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ વેળાએ વિહિપ, બજરંગદળ, માતૃશક્તિ અને દુર્ગાહિનીના પ્રાંત અને જિલ્લા સ્તરના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh