Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના ખીરસરામાં મકાનમાંથી મળી આવી ઈંગ્લીશ દારૂની બે બોટલ

મહિલાને પોલીસે નોટીસ પાઠવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: લાલપુરના ખીરસરામાં એક મહિલાના મકાનમાં પોલીસે દરોડો પાડી તલાશી લેતા દારૂની બે બોટલ મળી આવી હતી. બોટલ કબજે કરી પોલીસે આ મહિલાને નોટીસ પાઠવી છે.

લાલપુર તાલુકાના ખીરસરા ગામમાં એક મહિલાના મકાનમાં દારૂની બોટલ પડી હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે સાંજે ખીરસરામાં રૂકસાનાબાનુ સલીમ જરવાર નામના મહિલાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે બોટલ મળી આવી હતી. રૂ।.૧પ૦૦ની કિંમતની બોટલ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે અને રૂકસાનાબાનુને નોટીસ પાઠવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh