Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા સમાજની સંસ્થાઓના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૬ઃ શ્રી જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા તા. ૩૧/૮/૨૦૨૫ના લોહાણા મહાજન વાડી પંચેશ્વર ટાવર, જામનગરમાં બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૫ જામનગર લોહાણા મહાજનના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો
કાર્યક્રમની શરૃઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ જયેશભાઈ મહેતા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ હતુ. તેમજ પ્રોજેક્ટ ચેરમેન ભાવેશભાઈ કટારીયા દ્વારા પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી.
જામનગર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ભરતભાઈ મોદી, ડે.કલેકટર દિપાબેન કોટક, એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, સંસ્થાના પૂર્વ પ્રમુખ ટી.કે. મોદી તથા એસ. જે. રાચ્છ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા. અનિવાર્ય સંજોગો ને કારણે ઉપસ્થિત ન રહી શકનાર અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને અગ્રણી ઉધોગપતિ જીતુભાઈ લાલ, કૈલાષભાઈ બદીયાણી (હર્ષ પોલીપેક) ધીરુભાઈ કારીયા, તથા રાગેશભાઈ લાખાણી દ્વારા સંદેશો મોકલી સંસ્થાને શુભેચ્છાઓ તથા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજ શ્રેષ્ઠીઓ શ્રી સમસ્ત હાલાર લોહાણા મહાજનના મંત્રી રમેશભાઈ દતાણી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, અનીલભાઈ ગોકાણી, મનોજભાઈ અમલાણી, ડે.કલેકટર દિપાબેન કોટક, જે.એમ.સી.ના ચીફ ઓડિટર કોમલબેન રાજાણી, એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, ભરતભાઈ ગોંદીયા, ઉપરાંત આકાશભાઈ રાયઠ્ઠઠા, શશીકાંતભાઈ મશરૃ, ચન્દ્રકાંતભાઈ ખાખરીયા, રમેશ રૃપારેલ તેમજ લોહાણા સમાજની જુદી જુદી સંસ્થાઓના હોદેદારો -પ્રતિનિધિઓ સહિત લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને સંસ્થાના ૧૦૧ બાળકો ને ઈનામ વિતરણ કરેલ હતું.
આ કાર્યક્રમમાં ક્વીઝ માસ્ટર નિરેનભાઈ ચોટાઈ તથા મનોજભાઈ ચંદારાણા દ્વારા આકર્ષક ક્વીઝ રજૂ કરવામાં આવેલ હતી આભાર વિધિ સંસ્થાના મંત્રી શૈલેષભાઈ કારીયા તેમજ કાર્યક્રમનું સંચાલન નલીનભાઈ રાજાણીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી/ સલાહકાર સમિતિના સભ્યોેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial