Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર...હર...મહાદેવ...
જામનગરથી રપ કિ.મી. દૂર નદીના કાંઠે આવેલ સુપ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવ મંદિરે દર વરસે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને દર્શન-પૂજા કરે છે. જેમાં ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક રવિવારે રાત્રે જ શ્રદ્ધાળુઓ ભાવિકો મોટી સંખ્યામાં પદયાત્રા શરૂ કરે છે અને વ્હેલી સવારે ભોળેશ્વર મંદિરે પહોંચીને મંગળા આરતીનો લાભ લઈ દર્શન-પૂજા કરે છે. આ વરસે પણ પ્રથમ સોમવારના દિવસે વ્હેલી સવારે દર્શન-પૂજા માટે રવિવારની રાત્રે પદયાત્રીઓના ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દર વરસની જેમ આ શ્રદ્ધાળુ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યા છે. જ્યાં પદયાત્રીઓ માટે ફળહાર, નાસ્તો, ચા-પાણી, ઠંડા પીણા, તબીબી સારવાર સહિતની સુવિધા રાખવામાંઅ ાવી છે. ઉપરોક્ત તસ્વીરોમાં ભોળેશ્વર મંદિરે જતા પદયાત્રીઓના સમૂહો તેમજ પદયાત્રાના રૂટ પર સેવા કરી રહેલા સેવાભાવિઓ નજરે પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial