Advertisement
Author: નોબત સમાચાર

અખંડ ભારતમાં ૪૦ હજાર વર્ષથી વસવાટ કરતા લોકોના ડીએનએ સમાનઃ ભાગવત

વિશ્વગુરૂ બનવાનો ઉદ્દેશઃ સુમેળ એ આપણી સંસ્કૃતિઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૭: આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે, અખંડ ભારતમાં ૪૦,૦૦૦ વર્ષથી રહેતા લોકોના ડીએનએ એકસમાન છે. આરએસએસન ઉદ્દેશ્ય દેશને વિશ્વગુરૂ બનાવવાનો છે. વિશ્વમાં ભારતના યોગદાનનો સમય આવી ગયો છે, જે કેટલાક લોકો જાણે છે, પણ પોતાને હિન્દુ તરીકે સ્વીકારતા નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે અખંડ ભારતમાં ૪૦,૦૦૦ વર્ષથી રહેતા લોકોના ડીએનએ એક સમાન છે. પ્રાચીનકાળની પૂર્વજોની સામાન્ય પરંપરાઓ અખંડ ભારતના લોકોને એકબીજા સાથે જોડે છે. કેટલાક લોકો જાણે છે, પણ પોતાને હિન્દુ તરીકે સ્વીકારતા નથી.

મોહન ભાગવતે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 'આરએસએસની ૧૦૦ વર્ષની યાત્રા નવા ક્ષિતિજ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જીવનના વિવિધ ક્ષેત્રોની હસ્તીઓને સંબોધન કરતા ભૂગોળ અને પરંપરાઓની વ્યાપક રૂપરેખામાં હિન્દુઓને વ્યાખ્યાયિત કર્યા હતાં અને જણાવ્યું હતું કે, કેટલાક લોકો જાણે છે પણ પોતાને હિન્દુ તરીકે સ્વીકારતા નથી, જ્યારે કેટલાક અન્ય લોકો તે જાણતા નથી. આ વિષયવસ્તુ ભૌગોલિક નથી, તેમાં ભારતમાતા પ્રત્યેની ભક્તિ છે અને પૂર્વજોની પરંપરા છે, જે બધા માટે સામાન્ય છે. આપણા ડીએનએ પણ એકસમાન છે. સુમેળમાં રહેવું એ આપણી સંસ્કૃતિ છે. ભારત આઝાદીના ૭પ વર્ષમાં ઈચ્છિત દરજ્જો મેળવી શક્યું નથી. આરએસએસનો ઉદ્દેશ્ય દેશને વિશ્વગુરુ બનાવવાનો છે અને વિશ્વમાં ભારતના યોગદાનનો સમય આવી ગયો છે.

દેશના ઉદય માટે સામાજિક પરિવર્તનની જરૂરિયાત પર ભાર કરતા તેમણે જણાવ્યું હતું કે જો આપણે દેશનો વિકાસ કરવો હોય, તો તે કોઈના પર કામ છોડી દેવાથી નહીં થાય. દરેક વ્યક્તિની ભૂમિકા હશે. આ પ્રક્રિયામાં રાજકીય નેતાઓ, સરકારો અને રાજકીય પક્ષોની ભૂમિકા મદદ કરવાની છે, પરંતુ મુખ્ય કારણ સમાજનું પરિવર્તન અને તેની ક્રમશઃ પ્રગતિ હશે. તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી ભારતીયોએ ક્યારેય લોકોમાં ભેદભાવ કર્યો નથી, કારણ કે તેઓ માનતા હતાં કે દરેક વ્યક્તિ અને વિશ્વ એક જ દિવ્યતાથી બંધાયેલા છે. હિન્દુ શબ્દનો ઉપયોગ બહારના લોકો ભારતીયો માટે કરતા હતાં. હિન્દુઓ પોતાના માર્ગ પર ચાલવામાં અને બીજાઓનો આદર કરવામાં માને છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh