Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય પદની ગરિમા જળવાતી નથીઃ કામો થતા નથી
અમદાવાદ તા. ર૭: ગુજરાત ભાજપમાં ભડકો થયો છે. પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીએ લેટર બોમ્બ ફોડીને પોતાની વ્યથા ઠાલવી છે.
કપડવંજ-કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કનુભાઈ ડાભીએ જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય સુધી પાર્ટી માટે કરેલા નિષ્ઠાપૂર્વકના કાર્ય છતાં સ્થાનિક સ્તરેસતત અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો છે.
કનુભાઈ ડાભી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. કનુભાઈ ડાભીનો લેખિત પત્ર ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના એક ગ્રુપમાં વાયરલ થયો છે. એ પત્રમાં દાવો કર્યો છે કે ભાજપમાભં જુથવાદના કારણે તેમના પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા જળવાતી નથી અને વિકાસ કામોમાં પણ સંકલન મળતું નથી.
તેમણે દુઃખ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે વર્ષો સુધી પાર્ટી માટે કામ કરનાર જુના કાર્યકર્તાઓની અવગણના થાય છે. કનુભાઈ ડાભીનું નિવેદન માત્ર વ્યક્તિગત દુઃખ નહી, પણ જુના કાર્યકર્તાઓના સન્માન અને પાર્ટી અંદરના સમતુલન અંગે એક ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, કનુભાઈ ડાભી ર૦૧૦ ની પેટાચૂંટણીમાં કઠલાલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા હતાં. તેમણે ર૧,પ૪૭ મતની લીડથી કોંગ્રેસના ઘેલાભાઈ ઝાલાને હરાવ્યા હતાં, જે ભાજપ માટે કઠલાલમાં પ્રથમ વિજય હતો. ધારાસભ્ય તરીકે તેમણે વિસ્તારના વિકાસ અને લોકસંપર્ક પર ભાર મૂક્યો હતો અને ર૦૧ર ની સામાન્ય ચૂંટણીમાં તેઓ શંકરસિંહ વાઘેલાની સામે ૬,પ૯૭ મતથી પરાજિત થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial