Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંગ્લુરૂમાં એક લેકચર દરમિયાન એ.પી. સિંહે કહ્યું કે પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિ હતી
બેંગ્લુરૂ તા. ૯: ભારતીય એર ચીફ માર્શલ એ.પી. સિંહે આજે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના પાંચ ફાઈટર જેટ અને એક જાસૂસી વિમાન ઉપરાંત તેમની સુરક્ષા પ્રણાલિકાઓનો ભારતીય સેનાએ ભૂક્કો બોલાવી દીધો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી.સિંહે આજે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. બેંગલુરુ એલએમ કાત્રે લેક્ચરમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલે કહૃાું હતું કે ભારતીય વાયુસેના (આઈએએફ)ની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમે ૫ પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર પ્લેન અને એક જાસુસી વિમાનને તોડી પાડ્યું હતું. તે ઉપરાંત પાકિસ્તાનની સુરક્ષા પ્રણાલિનો ભૂકકો બોલાવી દીધો હતો. વોર્નિંગ, કંટ્રોલ અને ઈન્ટિેવિજન્સ સિસ્ટમને તબાહ કરી દીધી હતી.
તેમણે એક સ્લાઇડ રજૂ કરીને આ માહિતી આપી હતી. જેમાં તેમણે પહલગામ ઘટના પછી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને થયેલા નુકસાનને પણ દર્શાવ્યું હતું. તેમણે હુમલા પહેલા અને પછી સેટેલાઇટ તસવીરોમાંથી દ્વારા નુકસાનની પુષ્ટી કરી હતી. સિંહે કહૃાું કે આ હુમલાઓમાં જી-૪૦૦ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે ૩૦૦ કિમીના અંતરેથી એઈડબલ્યુ/સી વિમાનને નિશાન બનાવ્યાં હતા.
તેમણે આતંકવાદી ઠેકાણાઓની સેટેલાઇટ તસવીરો તરફ ઈશારો કરતા આ વાત કહી. થોડા અઠવાડિયા પહેલા પહલગામ આતંકવાદી હુમલા જેમાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા તેના જવાબરૂપે ભારતે ૭ મેના રોજ સૈન્ય કાર્યવાહીમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને ૧૦૦ થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
તેમણે કહ્યુ કે, સફળતાનું એક મુખ્ય કારણ રાજકીય ઈચ્છાશકિતની હાજરી હતી. અમને ખૂબ જ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. અમારી પાસે છૂટ હતી. જો કોઈ અવરોધો હોત, તો તે અમારા પોતાના હતા. અમે નકકી કરતા હતા કે કયાં સુધી જવું. અમને તેનું આયોજન અને અમલ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. ત્રણેય દળો વચ્ચે સંકલન હતું. સીડીએસના પદે ખરેખર ફરક પાડયો. તે અમને એક સાથે લાવવા માટે ત્યાં હતા. બધી એજન્સીઓને એક સાથે લાવવામાં એનએસએએ પણ મોટી ભૂમિકા ભજવી હતી.
તેમણે કહ્યું કે, તે એક હાઈટેક યુદ્ધ હતું. ૮૦ થી ૯૦ કલાકના યુદ્ધમાં, અમે એટલું બધું નુકસાન પહોંચાડવામાં સક્ષમ હતા કે તેમને સ્પષ્ટપણે સમજાયું કે જો તેઓ તેને ચાલુ રાખશે, તો તેમને તેની વધુ મોટી કિંમત ચૂકવવી પડશે. તેથી તેઓ આગળ આવ્યા અને અમારા ડીજીએમઓને સંદેશ મોકલ્યો કે તેઓ વાત કરવા માંગે છે. અમારા તરફથી તેનો સ્વીકાર કર્યો હતો. અને બન્ને ડીજીએમઓ વચ્ચે વાતચિત થઈ હતી. તે પછી યુદ્ધ વિરામ થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial