Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર-પાંચ મહિનાથી સંકુલો બની ગયા છે, છતાં ઉપયોગમાં આવતા નથીઃ
ખંભાળિયા તા. ૯: ખંભાળિયામાં હરિપર પાસે સલાયા રોડ પર રૂ।. ૧૯ કરોડના ખર્ચે અને ભાણવડમાં રૂ।. ૭ કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બન્ને સંકુલો બની ગયા પછી મહિનાઓથી બંધ હાલતમાં છે અને ઉદ્ઘાટન થાય તથા લોકાર્પણ થાય તેની રાહ જોવાઈ રહી છે.
વિશાળ સંખ્યામાં દર્શકો બસી શકે તેવા એસી હોલમાં ટેબલ ટેનિશ તે પણ ચાર ચાર ટેકલો અને બેડમિન્ટન, કુસ્તી, જૂડો, જીમ તથા શૂટિંગના વિશાળ સંકુલો ઈનડોર ગેમના માટે છે જે તમામ વિશાળ એસી હોલમાં આવેલા છે. બહારના આઉટડોર મેદાનોમાં ફૂટબોલ મેદાન, ખો-ખો મેદાન, બાસ્કેટ બોલ, વોલીબોલ, લોનટેનીશ તથા કબડ્ડીના મેદાનો આવેલા છે. ચારસો મીટરનો આ સંકુલ દોડ માટેનો ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. નજીકમાં સ્વીમીંગ પુલનું પણ આયોજન થયું છે.
તમામ મેદાનો
ઈન્ટરનેશનલ કક્ષાના
ગુજરાતના છેવાડાના દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા જેવા નાના શહેરમાં જે અદ્યતન સ્પોર્ટસ સંકુલ બન્યું છે તેમાં તમામ મેદાનો ઈન્ટરનેશનલ કક્ષાના બનાવાયા છે, જેથી શાળાઓમાંથી જ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનો પર તાલીમ મળી રહે.
ચાર-પાંચ મહિનાઓથી આ ખંભાળિયા, ભાણવડના સ્પોર્ટસ સંકુલો તૈયાર થઈ ગયા છે. જો ઝડપથી ઉદ્ઘાટન થાય તો રમતગમત વીરોને આ નવા આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાનોનો લાભ મળી શકે.
નવા સંકુલના મેદાનો તૈયાર કરવા ડી.એસ.ડી.ઓ. હિતેષ પ્રજાપતિ તથા ભાવેશ રાવલિયા દ્વારા આ સંકુલ બનાવવા જહેમત ઊઠાવી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયમાં આ સંકુલના ઉદ્ઘાટન માટે દરખાસ્ત ઘણાં સમયથી પેન્ડીંગ છે. ૧પ કરોડ ઉપરાંતનું કામ હોય, સી.એમ. કે ડેપ્યુટી સીએમ સિવાય કોઈ મંત્રીથી ઉદ્ઘાટન ન થાય તેમ હોવાથી ઝડપથી ઉદ્ઘાટન થાય તેવું રમતવીરો ઈચ્છી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial