Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર વરસાદી છાંટા પડતા
ખંભાળીયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓ ખંભાળીયા, કલ્યાણપુર, દ્વારકા તથા ભાણવડમાં લાંબા સમયથી વરસાદે વિરામ લેતા તથા ત્રણેક દિવસથી વરસાદી હવામાન વાદળો વચ્ચે માત્ર છાંટા જ પડતા રસ્તો ભીનો કરી મેઘરાજા ચાલ્યા જતા પાકને ફરજિયાત પાણી પીવડાવવાની સ્થિતિ થતા ખેડૂતોના રાત ઉજાગરા શરૂ થયા છે.
એક સાથે તમામ ગામોમાં વીજળીની માંગ ખેડૂતોના પિયત કરવાના કારણે ઊભી થતાં વીજ ફોલ્ટ, ઓવરલોડ, ટ્રાન્સફોર્મર ઉડવા, વાયરો તુટવાના પ્રશ્નો થયા છે. તો કયાંક દિવસે જ વીજ પુરવઠો ના હોય, રાત જાગરણ કરીને ખેડૂતો પાણી પીવડાવીને પાકને બચાવવા લાગી રહ્યા છે.
ખંભાળીયા શહેરના ઈજનેર રોનક પટેલ તથા સ્ટાફ દ્વારા કાર્ય.ઈજનેર ગોજીયાના માર્ગદર્શનમાં ખાસ આયોજન ગોઠવીને સવારે ૪ થી ૧૧ વીજ પુરવઠો બંધ અને સવારના ૧૧ થી સાંજના ૭ સુધી આઠ કલાક ખેતીવાડી વિસ્તારોમાં જ વીજ પુરવઠો અવરિત રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial