Advertisement
Author: નોબત સમાચાર

મહાદેવનગરમાં તથા સપડા, સિક્કા અને સૂર્યપરામાં જુગાર પકડવા પોલીસના દરોડા

જુગાર રમતા ચાર મહિલા સહિત ૨૪ ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના મહાદેવનગરમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર મહિલા સહિત છને પોલીસે પકડી લીધા હતા. સપડામાંથી આઠ શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા હતા. સિક્કા તથા સૂર્યપરામાંથી દસ પત્તાપ્રેમીને પોલીસે પકડી પાડ્યા હતા.

જામનગરના મહાદેવનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા આશિષ દયાશંકર પંડયા, નંદસિંઘ બજરંગસિંઘ રાઠોડ, ભાવિશાબેન સુનિલભાઈ કુંભાર, નીમુબેન ભગવાનજી ભોગાયતા, લાભુબેન રમણીકભાઈ રાજ્યગુરૂ, દિવ્યાબેન વિશાલસિંહ જાડેજા નામના છ વ્યક્તિ રૂ. ૬૩૧૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સપડા ગામમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસે પાડેલા દરોડામાં રાજભા ગગુભા જાડેજા, વનરાજસિંહ મહોબતસિંહ જાડેજા, બહાદુરસિંહ ગગુભા જાડેજા, જગદીશભાઈ રમણીકભાઈ ચોવટીયા, યુવરાજસિંહ બહાદુરસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ મનુભા જાડેજા, રવિન્દ્રસિંહ નવલસિંહ પરમાર, કૃપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના આઠ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૩૬૪૪૦ રોકડા અને ત્રણ મોબાઈલ મળી રૂ. ૪૩૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

જામનગર તાલુકાના સિક્કામાં કારાભુંગા વિસ્તારમાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા નરેશ માધાભાઈ પરમાર, ભાવેશ ધીરજભાઈ ડોડીયા, ભરત ઈશ્વરભાઈ સાગઠીયા, અશોક લાલજીભાઈ પરમાર, ભગીરથસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના પાંચ શખ્સને રાત્રે સિકકા પોલીસે દરોડામાં પકડી લીધા હતા. પટમાંથી રૂ. ૨૬૧૦ કબજે કરાયા છે.

જામનગર તાલુકાના સૂર્યપરા ગામની સીમમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા અનવર મહંમદભાઈ સપડીયા, રાજેન્દ્રભાઈ મનસારામ પંડયા, કાળુભાઈ જાદાભાઈ પડસારીયા, રાજેન્દ્રસિંહ છત્રસિંહ જાડેજા, વિક્રમભાઈ લાખાભાઈ મકવાણા નામના પાંચ શખ્સ રૂ. ૧૨ હજાર, પાંચ મોબાઈલ તથા રૂ. ૪૨૨૦૦ રોકડા સાથે પકડાઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh