Advertisement
Author: નોબત સમાચાર

શિવજીના અવધુતેશ્વર અવતારની કથા

                                                                                                                                                                                                      

એક વખત દેવરાજ ઈન્દ્ર દેવતાઓને ગુરૂ શ્રી બ્રહ્મસ્પતિજી સાથે સંપૂર્ણ દેવલોકના દેવતાઓને લઈને ભગવાન શિવજીના દર્શન કરવા માટે કૈલાશ પર્વત પર જવા નીકળ્યા. ભગવાન શિવજીએ ઈન્દ્ર અને બૃહસ્પતિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે દિગંબર - અવધુતનું રૂપ લીધુ. પ્રજ્વલિત અગ્નિ સમાન તેજસ્વી રૂપથી મહાભંયર દેખાવ હોવા છતાં તેમની મુખાકૃતિ દિવ્ય આભાથી યુક્ત રહી ગયા. ઈન્દ્ર અને બૃહસ્પતિએ આ જોયું.

ઈન્દ્રને અભિયાન હતું. અભિમાનમાં સત્યનું દર્શન થતું નથી. તેથી તે જાણી ન શક્યા કે તેમની સામે સાક્ષાત શિવજી રૂપ બદલીને ઊભા છે.

અભિયાનના મદમાં ચકચુર ઈન્દ્રએ અવધુતરૂપે રહેલા શિવજીને પૂછ્યું, ' અલ્યા તુ કોણ છો ? આ વિચિત્ર વેશે અમારો માર્ગો રોકી ને કેમ ઊભો છો ? હુ દેવરાજ ઈન્દ્ર છુ અને અમારા ગુરૂ અને દેવતાઓ સાથે શિવજીના દર્શને જઈ રહ્યો છું. અમને માર્ગ આપ.'

આ રીતે વારંવાર કહેવા છતાં પણ અવધુતરૂપ ધરેલા શિવજી કંઈ ન બોલ્યા. ત્યારે ગુસ્સે ભરાયેલા ઈન્દ્રએ કહ્યું , ' હું તને વારંવાર કહુ છું તું જવાબ જ નથી આપતો. હવે તને મારવો જ પડશે.' એમ કહી અને ઈન્દ્રએ વ્રજ ઉગામ્યું. પરંતુ અવધુત રૂપે રહેલા શિવજીએ દૃષ્ટિ માત્રથી ઈન્દ્રનો વ્રજવાળો હાથ જ જકડાઈ ગયો. પરંતુ આ સમયે શિવજીએ લીધેલા ઉગ્ર રૂપને દેવગુરૂ બૃહસ્પતિ ઓળવી ગયા. તે શિવજીના ચરણોમાં પડી ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા, ' હે દીનોના નાથ મહાદેવ, અમે તમને ઓળવીને શક્યા ક્ષમા કરો.' આ  સાંભળી અને દેવરાજ ઈન્દ્ર પણ તે અવધુત વેશધારી શિવજીના ચરણોમાં પડી પ્રણામ કરવા લાગ્યો. બૃહસ્પતિ વધુમાં કહેવા લાગ્યા કે, ' હું અને દેવરાજ આપને ઓળખી ન શક્યા. અમે આપના શરણે છીએ. અમને બંન્નેને ક્ષમા કરો.'

આ સમયે શિવજીના ક્રોધથી એક જ્વાળા નિકળી. આ જ્વાળા એવી હતી કે, દેવો સહિત ઈન્દ્ર અને બૃહસ્પતિને બાળી નાખે. બૃહસ્પતિ એ તે જ્વાળાને શિવજીને પરત ગ્રહણ કરવા વિનંતી કરી.

શિવજીનો ગુસ્સો શાંત થયો. તેમણે કહ્યું, 'જેમ સર્પ પોતાની કાચલી ઉતારી દે છે પછી તે પાછો ગ્રહણ નથી કરી શકતો તેમ આ જ્વાળા પણ પાછી ગ્રહણ નહીં કરી શકું.' કહી તે જ્વાળાને પકડી તેમણે સમુદ્રમાં ફેકી દીધી.ત્યાં તે જ્વાળા એ બાળકનું રૂપ લીધુ અને સિંધુપુત્ર જલન્ધરના નામે તે વિખ્યાત થયો. આ સિંધુપુત્ર પછી અસુરોનો રાજા થયેલો. જેના ત્રાસથી દેવતાઓ શિવજીના શરણે ગયેલા. શિવજીએ તેનો વધ કરેલો.

ંઅવધુતેશ્વર પાસે દેવરાજ ઈન્દ્ર અને દેવગુરૂ બૃહસ્પતિએ પ્રાર્થના કરી પ્રણામ કર્યા એટલે તેમણે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરી સૌને દર્શન આપ્યા અને આશીવાર્દ આપ્યા.

- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh