Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના ચૂંટણી સચિવનું જાહેરનામું
ખંભાળીયા તા. ર૧: ખંભાળીયા નગરપાલિકા 'એ' ગ્રેડની થતા નવી વોર્ડ રચના સાથે ૩૬ બેઠકોની બની છે, જેમાં ૧ર બેઠકો અનામત રહેશે.
ખંભાળીયા નગરપાલિકાનો સમાવેશ સી ગ્રેડમાંથી એ ગ્રેડમાં થતાં નવી વોર્ડ રચના તથા નવા સીમાંકન સાથે ૨૮ સદસ્યો અને સાત વોર્ડને બદલે નવ વોર્ડ અને ૩૬ બેઠકો બન્યા પછી નવી વોર્ડ રચના તથા નવું સીમાંકન તથા નવી બેઠકો અનામત, બીનઅનામતની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા ખંભાળીયા નગરપાલિકાની ગઈકાલે કરી છે.
ખંભાળીયા પાલિકા વોર્ડ ૧ માં કુલ ૬૭૩૮ મતદારો સાથે જુનો કુંભારવાડો, બારાઈ પેટ્રોલપંપ પાછળનો વિસ્તાર, ગઢવી પાડો, મપારા પરોઠા પાછળ, રેલવે કોલોની, જડેશ્વર સોસાયટી, આહિર સમાજ વાડી, હરસિદ્ધિનગર, તુલસીપાર્ક, વ્યાસ પરોઠા હાઉસ પાસે, જી.આઈ.ડી.સી., જે.કે.વી., ૧,૨,૩,૪નો સમાવેશ થયો છે. વોર્ડ ૨ માં દત્તાણીનગર, જીવન વીમા કચેરી પાછળ, તિરૂપતિ સોસાયટી, ધોરીવાવ વિસ્તાર, ખવાસ વાડી વિસ્તાર, મધુરમ સોસાયટી, યોગેશ્વરનગર, દેવાવાડી, મહાપ્રભુજી બેઠક વિસ્તાર, શ્રીજી સોસાયટી, વાટવાડી, ધરારનગર, નંદધામ સોસાયટી, દલવાડી હોટલ પાછળનો વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં કુલ મતદારો ૬૬૧૯ છે.
વોર્ડ નં. ૩ માં ભાટીયા બાલ મંદિર, અજમેર પીર ટેકરી, કુંભારવાડો, માનસરોવર કોમ્પલેક્ષ, રાજપૂત સમાજવાડી, ખંભાળીયા મિલ, પાંજરાપોળ, શારદા સ્કૂલ, મામલતદાર કચેરી, ન.પા. બગીચા, જીઈબી પાછળ, કુંભારવાડો વિસ્તારમાં કુલ ૬પ૬ર મતદારો છે. વોર્ડ નં. ૪ માં સલાયા ગેઈટ, પુષ્કર્ણા બ્રહ્મપુરી, ચાંદાલી મસ્જિદ, સતાર ભંગારવાળા વિસ્તાર, મોરલી મંદિર, ઝવેરી બજાર, પાંચહાટડી, ગુજરાત મીલ, કનોજીયા બ્રહ્મપુરી, કંસારા શેરી, ગોવર્ધનનાથ હવેલીનો સમાવેશ થાય છે, જેમાં કુલ મતદારો પ૭પ૪ છે.
વોર્ડ નં. પ માં ખામનાથ મંદિર પાસે, સંતોષી મંદિર પાસે, પોરબંદર રોડ, ભરવાડ પાડો, દ્વારકા નવા નાકા, જુના નાકા વિસ્તાર, ખત્રીની વાડી, વાઘેશ્વરી મંદિર, વોકળા શેરી, ખડકીનું નાકું, મચ્છીપીઠ, મકરાણી સમાજ વિસ્તાર, શિવમ સોસાયટી, વાય.કે.જી.એન. સોસાયટી, કડીયાવાડ, રેલવે ફાટક, રાજકુમાર સ્કૂલ, ગાયત્રી મંદિર વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં પ૯૦પ મતદારો છે.
વોર્ડ નં. ૬ માં નગરગેઈટ, રામમંદિર, વજૂભાઈ દત્તાણી શેરી, પઠાણપાડો, વંડીફળી, સતવારા ચોરા, ગુગલી ચકલો, થાનાઈ શેરી, પોસ્ટ ઓફિસ શેરી, જુની મામલતદાર કચેરી, વિજયચોક, ખત્રીવાડ, કડીયાવાડ, જશોદા શેરી, ખોડિયાર શેરી, વારાહી મંદિર વિસ્તાર, મોહનપાનની દુકાન, રૂડી લાખી મંદિર, સુપર માર્કેટ, શાક માર્કેટ, ગુંદીચોક, વારાઈ શેરી, શાકમાર્કેટ પાછળનો વિસ્તાર, હજામ પાડો વિગેરે વિસ્તારોનો સમાવેશ થયો છે. કુલ મતદારો ૬૪પ૧ છે.
વોર્ડ નં. ૭ માં નવાપરા, શારદા સિનેમા, કબીર આશ્રમ રોડ, રતન તળાવ, વણકરવાસ, બજાણા રોડ, રઘુવીર મીલનો વિસ્તાર, જુની તા.પં. કચેરી, ટેલિકોમ એક્સચેંજ સામેનો વિસ્તાર, નૂતનનગર સોસાયટી, ગાયત્રીનગર, આશાપુરા મંદિર, સિકોતેર મંદિર પાછળનો વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં કુલ પ૯૦૯ મતદારો છે.
વોર્ડ નં. ૮ માં જોધપુર ગેઈટ, જુની કોર્ટ, પીડબલ્યુડી કચેરી, લોહાણા બોર્ડીંગ, રાવલીયા પાડો, એસ.એન.ડી.ટી. શાળા, કુંભારવાડો, રામનાથ સોસાયટી, રામનાથ મંદિર, રામનાથ પૂલ, નવી પોલીસ લાઈન, હજામપાડો, નારણવાડી, ભડકેશ્વર મહાદેવ વિસ્તાર સાથે કડીયાવાડ, ધ્રેવાડફળી, સેંટ. શાળા નજીકનો વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં કુલ ૬રપ૪ મતદારો છે.
વોર્ડ નં. ૯ માં વાલિયાવાડી, બજાણા રોડ, બંગલાવાડી, હાઉસીંગ બોર્ડ વિસ્તાર, ગાયત્રી એપાર્ટમેન્ટ, જામવાડી વિસ્તાર, ન્યુ રામનાથ સોસાયટી, શક્તિનગર ગામ તળ, નગરપાલિકા સંપ વિસ્તાર, જલારામ આવાસ ફલેટ, ભરવાડ પાડો, મોમાઈ માતાજી મંદિર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં કુલ ૬૩૯૦ મતદારો છે.
કુલ નવ વોર્ડ અને ૩૬ સદસ્યો પાલિકાના થયા છે, જે આગામી ચૂંટણીમાં થશે. રાજય ચૂંટણી સચિવ આર.જી. ગોહેલ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial