Advertisement
Author: નોબત સમાચાર

વિજિલન્સ ટીમો દ્વારા ખંભાળીયા નગરપાલિકા દ્વારા ચાલતા વિકાસ કામોની તપાસઃ તંત્રમાં મચી દોડધામ

પેટા કોન્ટ્રાક્ટ, નબળા કામો, ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતા પ્રાદેશિક નિયામકની કચેરીની

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયાની નગરપાલિકા તેના નબળા કામો તથા કોન્ટ્રાકટરોમાં પેટા કોન્ટ્રાક્ટ વાયા વાયા રાખવા અને કેટલાક કામોમાં પાલિકાના સદસ્યો, સદસ્યોના પતિદેવો પણ કામમાં રસ લેતા હોવાની ગંભીર ફરિયાદો થતાં તથા તાજેતરમાં આમઆદમી પાર્ટી તથા કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ફરિયાદો, ટી.વી. ઈન્ટરવ્યૂ તથા લોકોની વ્યાપક ફરિયાદો થતાં પ્રાદેશિક નગરપાલિકા નિયામકની વિજિલન્સ ટીમો દ્વારા ચેકીંગ થતાં પાલિકાતંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રથમ વખત ચેકીંગ

પ્રાદેશિક નગરપાલિકા નિયામકની કચેરીના ડેપ્યુટી ઈજનેર, જુનિયર ઈજનેરો તથા ટેકનિકલ સ્ટાફ દ્વારા સવારથી સાંજ સુધી ઘનિષ્ઠ ચેકીંગની કામગીરી ખંભાળીયા શહેરમાં કરવામાં આવી હતી. નલ સે જલના કામો, સી.સી.રોડના કામો, માલના નમૂના, પ્રાર્થના હોલનું કામ, વોટર વર્કસ સ્ટાફ ક્વાર્ટરના કામો, ફાયર સ્ટેશનનું કામ વિગેરે સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તથા અનેક સ્થળોએ ફોટો તથા વીડિયો શૂટીંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

નબળા કામોની ફરિયાદ અગાઉ પરિમલ નથવાણીએ પણ કરેલી !!

ખંભાળીયા શહેરી વિસ્તારમાં અગાઉ રાજ્યસભાના સાંસદ તથા ખંભાળીયાના વતની પરિમલ નથવાણી દ્વારા પણ ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજય સરકારને ખંભાળીયા શહેરમાં બનતા માર્ગો ગુણવત્તા વગરના હોય, અને ખાડા અને ભંગાર રસ્તા યથાવત રહેતા હોય, કરોડોના ખર્ચ નિરર્થકની ફરિયાદ પણ કરી હતી.

ગાંધીનગરથી સૂચના

રાજકોટ પ્રાદેશિક ન.પા. નિયામકશ્રી મહેશ જાનીએ એક મુલાકાતમાં જણાવેલ કે ખંભાળીયા પાલિકામાં નબળા કામો થતાં હોય, કામોમાં ગુણવત્તાના નિયમોનું પાલન ના થતું હોય તથા પાલિકા સદસ્યો તેના સગા-વ્હાલાઓ દ્વારા કામો થતા હોવાની વ્યાપક ફરિયાદોના પગલે ગાંધીનગરથી સૂચના મુજબ આ કાર્યવાહી થઈ છે, તથા રસ્તા અને અન્ય કામોના નમૂના, ફોટા, વીડિયો મેળવીને તપાસ કરીને આગળ પગલાં લેવાની કાર્યવાહી થશે.

અનેક રસ્તાની કરોડો ખર્ચ પછી જૈસે થે ની સ્થિતિ !!

ખંભાળીયા શહેરમાં બનતા રસ્તાઓના કામોમાં કરોડો રૂપિયાના ખર્ચ છતાં જૈસે થે ની જેમ ખાડાવાળા ભંગાર રસ્તા યથાવતની સ્થિતિમાં જ હોય, આ બાબતની પણ ગંભીરતાથી તપાસ થનાર હોવાનું જાણવા મળે છે. અન્ય શહેરોમાં પણ હાલના ભાવથી મોંઘવારી વધી હોય, ભાવથી અપ માં કામો થાય છે. ત્યારે ખંભાળીયામાં ડાઉન ભાવોમાં 'ગુણવત્તાવાળા' કામો ક્યાંથી થાય ? તે પણ સમગ્ર રાજ્યમાં તપાસનો વિષય છે !!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh