Advertisement
Author: નોબત સમાચાર

જોડીયાના પીઠડમાં શ્રી પીઠડ આઈ જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક- સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન

આરતી- શોભાયાત્રા, રકતદાન કેમ્પ, રાસોત્સવ- મહાપ્રસાદઃ

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૨૧: જોડીયા તાલુકાના આજી નદીના કાંઠે આવેલા પીઠડ ગામના આંગણે આગામી સમયમાં શ્રદ્ધા, ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહૃાો છે. વસંત પંચમીના પાવન દિવસોના આ મંગલમય અવસરે 'શ્રી પીઠડઆઈ જન્મોત્સવ-૨૦૨૬' ની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન શ્રી સમસ્ત પીઠડ ગામ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત મંગળા આરતીથી લઈ રાત્રિના રાસોત્સવ સુધીના વિવિધ દિવ્ય પ્રસંગો યોજાશે.

જન્મોત્સવના દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે ભાવિકોની ઉપસ્થિતિમાં મંગળા આરતી સાથે ઉત્સવનો પ્રારંભ થશે. ત્યારબાદ બપોરે ૧:૩૦ કલાકે ગામના ઐતિહાસિક દરબારગઢથી માતાજીના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા (ધ્વજાજી) નીકળશે, જેમાં પીઠડના ગ્રામજનો અને ભાવિક ભક્તો વાજતે-ગાજતે જોડાશે. ભક્તિની સાથે માનવ સેવાનો ઉમદા હેતુ સિદ્ધ કરવા માટે બપોરે ૧૨ થી સાંજે ૭ વાગ્યા સુધી રામદેવપીરના મંદિરમાં 'મહા-રક્તદાન કેમ્પ' નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં એકત્ર થયેલું રક્ત જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના દર્દીઓ માટે અર્પણ કરવામાં આવશે. સાંજે ૫:૩૦ કલાકે સમસ્ત જનતા માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે, જે બાદ ૬:૪૫ કલાકે માતાજીની દિવ્ય મહા આરતી યોજાશે. ઉત્સવના અંતિમ ચરણમાં રાત્રે ૯ કલાકે મનોરંજન અને લોક સંસ્કૃતિના સંગમ સમાન રાસોત્સવ જામશે, જેમાં શ્રી રાણબાઈ રાસ મંડળ (લતીપર) અને શ્રી મધુસુદન રાસ મંડળ (પીઠડ) દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવશે.

આમ, આજીના કાંઠે ઉજવાનારા આ દિવ્ય જન્મોત્સવમાં ભક્તિ, સેવા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. શ્રી સમસ્ત પીઠડ ગામ દ્વારા આ તમામ પ્રસંગોમાં સહભાગી થઈ માતાજીના આશીર્વાદ લેવા તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh