Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવાના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ્દ

પથ્થરમારામાં પોલીસકર્મીને થઈ હતી ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: કાલાવડમાં સાડા દસ વર્ષ પહેલાં પોલીસ મથકે ૪૯ શખ્સના ટોળાએ પથ્થરમારો કરી એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચાડી હતી. હત્યા પ્રયાસ, ફરજ રૂકાવટ, કાવતરૂ ઘડવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. આ આરોપીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજી અદાલતે નકારી છે.

કાલાવડ શહેરમાં સોનીકામની દુકાન ચલાવતા રાકેશભાઈ દિલીપભાઈ સોની નામના આસામીએ ગઈ તા.૧૮ એપ્રિલ ૨૦૧૫ના દિને કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓની દુકાને એક ચોક્કસ કોમના લોકોનું ટોળુ આવ્યું છે અને માથાકૂટ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તે સંદેશો મળતા જ કાલાવડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ધસી ગયો હતો અને રાજેશભાઈને તેમની દુકાનેથી લઈને પોલીસ સ્ટેશન ખસેડાયા હતા. ત્યારપછી હાકલા પડકારા કરતું ટોળુ કાલાવડ પોલીસ મથક આવ્યું હતું અને રાકેશનો કબજો અમને આપી દો, તેને પતાવી દેવો છે તેમ કહી ટોળાએ પથ્થરના ઘા શરૂ કર્યા હતા. જેમાં પોલીસકર્મી ગૌતમભાઈ પ્રેમજીભાઈને ટાર્ગેટ કરી તેને મારી નાખો તેવી રાડો પાડવામાં આવતા અને પથ્થરમારો કરાતા ગૌતમભાઈને ઈજા થઈ હતી.

આ વેળાએ પોલીસે બળપ્રયોગ કરી ટોળાને વિખેરી નાખ્યો હતો અને જમાદાર નરદેવસિંહ પરમારની ફરિયાદ પરથી કાલાવડના ઈબ્રાહીમ નુરમામદ સમા સહિતના ૪૯ શખ્સ સામે આઈપીસી ૩૦૭, ૧૨૦ (બી), ૧૪૩, ૧૪૭, ૩૫૩, ૩૩૨ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત કેસ અંગે અદાલતમાં તમામ ૪૯ આરોપીએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી તમામ આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh