Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા ચાર હજાર જેટલી ખાલી જગ્યાએ થશે રાજયસરકારનો તઘલખી નિર્ણયઃ ભાસ્કરભાઈ પટેલ
ખંભાળિયા તા. ૨૧: ગુજરાત રાજયની ૬૫૦૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લા ૨૦૧૦ પહેલાથી જુનિયર કલાર્ક, સિનિયર કલાર્ક, હેડકલાર્ક તથા ઓફિસ સુપ્રિટેન્ડન્ટની ૪૫૦૦ જેટલી કાયમી જગ્યાઓ ખાલી પડેલી હોય આ જગ્યાઓ તાકીદે ભરવા માટે તાજેતરમં રાજ્ય સંચાલક મંડળ દ્વારા સરકારમાં રજૂઆત થઈ હતી. ત્યારે શાળા કમિશનર દ્વારા શિક્ષણ વિભાગને ૧૧ માસની કરાર આધારીત શાળા સહાયકની જગ્યાઓની આ કાયમી જગ્યાઓ ભરવા જણાવતા અને દરખાસ્ત મોકલતા રાજ્ય સંચાલક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરીને આ બાબતે હાઈકોર્ટમાં જવા ચેતવણી પણ આપવામાં આવી છે.
રાજ્ય સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ દ્વારા જણાવાયેલ કે પહેલા ૨૫૦ વિદ્યાર્થીઓએ એક કલાર્ક મળતા તે ૫૦૦ સંખ્યાએ એક થયા છે અને તે પછી શ્રમયોગી જેવા નામો કર્યા અને હવે વર્ષોથી ખાલી આવડી મોટી જગ્યાઓ ૧૧ માસના કરાર આધારીત કરવા ૨૧ શિક્ષણ વિભાગમાં દરખાસ્ત કરાઈ છે જે તદ્ન અન્યાયી છે.
એક તરફ ૧૬-૧૬ વર્ષથી શાળાઓમાં કલાર્કોની જગ્યાઓ ખાલી હોય અનેક શાળામાં દશ-બાર વર્ષથી શિક્ષકો શિક્ષણના ભોગે કલાર્કના કાર્યો કરે છે ત્યારે આવી કાયમી જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારીત કર્મચારી નીમવા યોગ્ય નથી. નવાઈની વાત છે કે શિક્ષણ વિભાગમાં જ આવા ગતકડાં ચાલે છે. અન્ય વિભાગમાં કયાંય આવી કાયમી જગ્યાઓ ૧૧ માસના કરારથી ભરાતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial