Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહિત બે રાશિના જાતકોને સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય. કાર્યની કદર થવાથી પ્રસન્નતા રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગનો સામનો કરવો પડે. સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૪
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા રહે. દોડધામ-શ્રમ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૩
Libra (તુલા: ર-ત)
કોર્ટ-કચેરીના, રાજકીય-સરકારી તથા ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી થવા પામે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૯-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં ઉપરી-સહકાર્યકર, નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપ હરો-ફરો, કામકાજ કરો, પરંતુ આપના હ્યદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. પરિવારની ચિંતા જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી સરળતા રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૨