Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના પોલીસબેડામાં ૨૫૪ પીઆઈને ફાળવાયા ફરજના સ્થળઃ જામનગરના પાંચ પીઆઈની બદલી

એક અધિકારીને જામનગરમાં જ પ્રમોશન મળ્યું: દ્વારકાના ચાર પીઆઈ અન્યત્ર મૂકાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: ગુજરાત રાજ્યના ૨૫૪ પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યા પછી આ અધિકારીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે તે પહેલાં તેઓની ફરજના સ્થળ સોંપવામાં આવ્યા છે. જામનગરમાંથી પાંચ પીએસઆઈને અલગ અલગ સ્થળે મૂકવામાં આવ્યા છે અને એક અધિકારીને જામનગરમાં જ પોસ્ટીંગ મળ્યંુ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક અધિકારી જામનગર મૂકાયા છે અને બાકીના અન્ય અધિકારી અન્ય જિલ્લામાં મૂકાયા છે. આ બદલીઓમાં સુરત, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને ગિર સોમનાથથી પાંચ અધિકારી જામનગર આવ્યા છે અને દ્વારકામાંથી આણંદ, વલસાડ અને રાજકોટથી ચાર અધિકારી ઓની નિમણૂક થઈ છે.

રાજ્યમાં આગામી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તે પહેલાં ગુજરાત પોલીસના ૨૫૪ પોલીસ ઈન્સ્પેક્ટરને નિયુક્તિ આપવામાં આવી છે. પીએસઆઈમાંથી પીઆઈ તરીકે બઢતી મળ્યા પછી આ અધિકારીઓના પોસ્ટીંગ પેન્ડીંગ હતા. તેઓને ગઈકાલે રાજ્યના ડીજી એન્ડ આઈજી ડો. કે.એલ.એલ. રાવ દ્વારા ફરજના સ્થળની ફાળવણી કરવામાં આવી છે.

જામનગરના પીએસઆઈ વાય.બી. રાણાને પ્રમોશન મળ્યા પછી તેઓને ગઈકાલના આદેશથી સીઆઈડી ક્રાઈમમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે રોમાબેન કે. ગોસાઈને પણ સીઆઈડી ક્રાઈમમાં પોસ્ટીંગ મળ્યું છે. પીઆઈનું પ્રમોશન મેળવનાર પી.જી. પનારાને સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સમાં નિયુક્તિ મળી છે. રોહનભાઈ એચ. બારને વાવ થરાદમાં મૂકવામાં આવ્યા છે. પીએસઆઈ જે.પી. સોઢાને પ્રમોશન આપવા ઉપરાંત જામનગર શહેરમાં જ નિયુક્તિ મળી છે અને પીએસઆઈ એ.કે. પટેલને સુરત ગ્રામ્યમાં પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે.

હાલમાં દેવભૂમિ દ્વારકામાં પીએસઆઈ તરીકે રહેલા અને પીઆઈનું પ્રમોશન મેળવનાર ટી.ડી. ચુડાસમાને ભુજ, એમ.ડી. મકવાણાને રાજકોટ, એ.એલ. બરાસીયાને જામનગર, ડી.એન. વાંઝાને વલસાડ મૂકવામાં આવ્યા છે.

તે ઉપરાંત હાલમાં સુરત શહેરમાં ફરજ બજાવતા પ્રદીપ નરેન્દ્રભાઈ ખાચરને જામનગર મુકાયા છે. આણંદથી ઘનશ્યામસિંહ મેરૂભાઈ પાવરાને દ્વારકા જિલ્લામાં નિયુક્તિ મળી છે. ગિર સોમનાથથી નિલેશ ભૂપતભાઈ ચૌહાણને જામનગર, કમલેશ એસ. ગરચરને રાજકોટથી દ્વારકા, અમદાવાદથી અસ્મિતા વી. પીપરોતરને જામનગર, રામભાઈ એલ. હાથલીયાને વલસાડથી દ્વારકા, સંજય વી. ચૌધરીને ગાંધીધામથી જામનગર, જયરાજ એ. ખાચરને રાજકોટ ગ્રામ્યમાંથી દ્વારકા અને રાજકોટ ગ્રામ્યમાંથી વિપુલસિંહ એમ. ડોડીયાને જામનગર મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh