Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રના મિત્રએ જ ગળાટૂંપો આપી પતાવી દીધાની શંકા પરથી તપાસઃ
જામનગર તા. ૨૬: જામનગરના ડીફેન્સ કોલોની વિસ્તારમાં વસવાટ કરતા એક વિધવા પરપ્રાંતીય મહિલા બે દિવસ પહેલાં ગુમ થયાની પોલીસને જાણ કરાયા પછી આજે સવારે તેણીનો મૃતદેહ પુત્રના મિત્રના ઘરમાંથી મળી આવતા ચકચાર જાગી છે. આ મહિલાને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારાયાનંુ પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. જે શખ્સ સામે શંકાની સોય તાણવામાં આવી છે તે શખ્સ આ મહિલાને શોધવા માટે મહિલાના પરિવારજનો સાથે જોડાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મૃતદેહમાંથી વછૂટેલી દુર્ગંધના કારણે ભાંડાફોડ થયાનું સ્થાનિક સ્તરેથી જાણવા મળી રહ્યંુ છે. બનાવની પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરાઈ રહી છે.
જામનગરના ડીફેન્સ કોલોની વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલા બે દિવસ પહેલાં ગુમ થઈ જતા રીંકીદેવી બંટુસિંગ કઠેરીયા (ઉ.વ.૪૦) નામના આ મહિલા ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવ્યા પછી તપાસ ચાલી રહી હતી.
તે દરમિયાન આ મહિલાનો મૃતદેહ તેણીના પુત્ર રોહિતસિંગના મિત્ર વિજય ઓડીચના મકાનમાંથી મળી આવતા ખળભળાટ મચ્યો છે.
આ બાબતની સવારે પોલીસને જાણ થતાં સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ધસી ગયો હતો. મૂળ મથુરાના વતની રીંકીદેવી હાલમાં ડીફેન્સ કોલોનીની શેરી નં.રમાં વસવાટ કરતા હતા અને નાઘેડીમાં આવેલી દવાની એક ફેકટરીમાં કામ કરતા હતા. તેણી બે દિવસ પહેલાં ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરાઈ હતી. ૧૯ વર્ષના પુત્ર રોહિતસિંગ અને ૧૭ વર્ષના પુત્ર નીતિનસિંગ તેમજ છ વર્ષની પુત્રી અંજલીના માતાનો મૃતદેહ તેમના ઘરની પાછળ આવેલા વિજય ઓડીચ નામના શખ્સના મકાનમાંથી મળ્યો છે.
મૃતદેહ પર જોવા મળ્યા મુજબ આ મહિલાને ગળાટૂંપો આપવામાં આવ્યો હોય તેમ જણાઈ આવ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વિજય ઓડીચની શોધખોળ શરૂ કરી છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો? તેની ઉંડાણપૂર્વકની ચકાસણી કરવામાં આવી રહી છે.
વધુમાં સ્થળ પરથી જાણવા મળ્યા મુજબ આ મહિલા ગુમ થયા પછી વિજય ઓડીચના કાકાના ઘરમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. ગુમ થયેલા રીંકીદેવીને તેના પરિવાર દ્વારા શોધવામાં આવતા હતા ત્યારે અજાણ બનીને વિજય પણ પોતાના મિત્ર રોહિતસિંગ સાથે જોડાયો હતો. તે પછી જે ઘરમાં મૃતદેહ રાખી મૂકવામાં આવ્યો હતો ત્યાંથી દુર્ગંધ છૂટવાનું શરૂ થતાં આખો મામલો પ્રકાશમાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial