Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૧ માર્ચના જાહેર રજાના દિવસે પણ
જામનગર તા. ર૬: નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ ના છેલ્લા દિવસે એટલે કે તા. ૩૧ માર્ચ ર૦ર૬ ના જાહેર રજામાં પણ જામનગર જિલ્લા તિજોરી કચેરી તેમજ સરકારી નાણાકીય વ્યવહાર કરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને તે હેઠળની લગત શાખાઓ મોડી રાત સુધી કાર્યરત રહેશે. નાણાકીય વર્ષના છેલ્લા દિવસે સરકારી નાણાકીય વ્યવહાર વગેરેના ક્લિયરન્સ સહિતની કામગીરી સરળતાથી સંપન્ન થાય, ગ્રાન્ટ લેપ્સ જવા સહિતના પ્રશ્નો ન ઉદ્ભવે તેમજ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ફાળવાયેલ નાણાનો યોગ્ય સમયમર્યાદામાં વિકાસ કામો માટે ઉપયોગ કરી શકાય તે માટે જામનગરની જિલ્લા તિજોરી કચેરી, તાલુકાઓની પેટા તિજોરી કચેરીઓ તેમજ સરકારી નાણાકીય વ્યવહાર ધરાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને તેની લગત શાખાઓ મોડે સુધી ખુલ્લી રાખવાનો જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા હુકમ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial