Advertisement
Author: નોબત સમાચાર

ઓખાની ગાંધીનગરીમાં ઓનલાઈન વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતો એક ઝબ્બે

ધરારનગરમાંથી પકડાયો એકીબેકીનો જુગારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના ધરારનગર-ર વિસ્તારમાંથી બે શખ્સ ચલણી નોટના નંબર પર જુગાર રમતા ઝડપાયા છે. લાલપુરમાંથી વર્લીબાજ મળી આવ્યો છે અને ઓખામાં ગાંધીનગરી-ભુંગામાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલમાં ઓનલાઈન વર્લીમટકા રમતા ઝડપાયો છે.

જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા કાદર આરબીભાઈ છેર તથા યાસીન ઈનાયતભાઈ કાદરી નામના બે શખ્સને પોલીસે પકડી રોકડ કબજે કરી છે.

લાલપુરના એસટી બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સાંજે અજય નરશીભાઈ શેખા નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા શહેરમાં રિક્ષા સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સાંજે એલસીબીના સ્ટાફે મનોજ અરજણભાઈ નાંગેશ નામના શખ્સને પકડી પાડ્યો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક એપના માધ્યમથી ઓનલાઈન વર્લી મટકાનો જુગાર રમી રહ્યો હોવાનો આક્ષેપ મૂકી એલસીબીએ તેનો મોબાઈલ, રૂ।.૧૨૦૦ રોકડા કબજે કર્યા છે અને ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh