Advertisement
Author: નોબત સમાચાર

અલિયાબાડામાં યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં જ્ઞાન-શિક્ષણ અંગે વકતવ્યો રજૂઃ જૂથ ચર્ચા

ડી.જી.એસ. મહાવિદ્યાલય અને સાહિત્ય અકાદમીના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડા અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અલિયાબાડામાં યોજાયેલ આ રાષ્ટ્રીય પરિસંવાદમાં મુખ્ય બીજરૂપ વક્તાઓ તરીકે શ્રી ભદ્રાયુ વછરાજાની તેમજ શ્રી જય વસાવડા દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત વક્તવ્ય અપાયા. શ્રી ભદ્રાયુ વછરાજાની દ્વારા ભારતીય જ્ઞાન પરંપરાની સંકલ્પના બહુ જ સ્પષ્ટતાથી અપાઈ જેમ તેમણે ભારતીય જ્ઞાન પરંપરા શું છે અને શું નથી તેનો સ્પષ્ટ ખ્યાલ આપ્યો તેમજ શ્રી જય વસાવડા દ્વારા આ જ્ઞાન સરિતાનું સંવર્ધન શી રીતે થઈ શકે અને તેમાં શિક્ષક અને શિક્ષણની શું ભૂમિકા હોઈ શકે  તે અંગે તેમની આગવી શૈલીમાં  ખૂબ ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી હતી. આ તકે ગુજરાતભરની  વિવિધ કોલેજોમાંથી પધારેલા અધ્યાપકો સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ સાંપ્રત વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહૃાા સમગ્ર ટ્રસ્ટી મંડળ પણ જોડાયું હતું. ભોજન પછી સહુ છ જૂથમાં વહેચાયા હતા, અને પોતાના પત્રો દ્વારા વિચારો રજૂ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહાવિદ્યાલયના સ્ટાફગણ તેમજ આચાર્ય ડૉ. રૂપલબેન માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૭૫થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh