Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવ્ય શોભાયાત્રાઃ આકર્ષક વેશભૂષાઃ કેસરિયા ઝંડાઓ સાથે જય શ્રીરામના નારા ગૂંજ્યાઃ મીઠાઈઓ વહેંચાઈ
ખંભાળિયા તા. ર૭: ખંભાળિયામાં ગઈકાલેે શ્રીરામ જન્મ જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ખંભાળિયામાં આવેલ નગરગેઈટ પાસેના પ્રાચીન શ્રીરામ મંદિર તથા વિજય ચોકમાં આવેલા શ્રીરામ મંદિર તથા મહાદેવ વાડા વિસ્તારમાં આવેલા શ્રી રામ મંદિર કે જ્યાં રોજ શ્રીરામધૂન બોલાવાય છે ત્યાં વિશેષ પૂજા અને દર્શન પણ યોજાયા હતાં.
સાંજે ભગવાન શ્રીરામ મંદિર નગર ગેઈટ પાસેથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા શ્રીરામની ભવ્ય પ્રતિમા સાથેની પાલખીમાં નીકળી હતી. ભગવાન શ્રીરામની આરતી સાથે જય શ્રીરામના નાદ્થી નગરગેઈટથી શોભાયાત્રા સાથે રામસવારી નીકળી હતી તથા શહેરના વિવિધ વિસ્તારો બરણ પાડો, લુહારશાળ, મોરલી મંદિર, ઝવેરી બજાર, માંડવી ટીંબા થઈ વિજય ચોક, કલ્યારાયજી મંદિર થઈને બજારમાંથી આ શોભાયાત્રા જોધપુર ગેઈટ, રોકડિયા હનુમાન તથા શારદા સિનેમા રોડ થઈ નગરગેઈટથી ફરી રામમંદિરે પહોંચી હતી, જ્યાં મહાઆરતી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો પણ જોડાયા હતાં.
વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આયોજીત આ શોભાયાત્રા તથા હનુમાનની વેશભૂષા સાથે જોડાયા હતાં તથા લાક્ષણિક મુદ્રામાં તેમની શોભાયાત્રામાં વિશેષ ઉપસ્થિતિ ખૂબ જ જોવાલાક બની હતી. વેશભૂષામાં ભાગ લેનારાને ઈનામો પણ આપવામાં આવ્યા હતાં તથા વિવિધ યુવક મંડળો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો પણ જોડાયા હતાં તથા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું તથા જોધપુર ગેઈટ, નગરગેઈટ વિસ્તારમાં વિશેષ શણગાર સાથે શોભાયાત્રા રૂટ પર કેશરિયા ઝંડા તથા નગરગેઈટમાં શ્રીરામની છબિઓનો વિશેષ શણગાર થયો હતો.
શોભાયાત્રામાં બજરંગળ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ પ્રવિણસિંહ કંચવા, ઈશ્વરભાઈ સોલંકી, ભમબાપુ, કલાપી પંડ્યા, ધર્મેશભાઈ મોટાણી, જયસુખભાઈ મોદી, અશોકભાઈ કાનાણી, રસિકભાઈ નકુમ વિગેરે પણ જોડાયા હતાં તથા જય શ્રીરામના નારાથી ગામ ગૂંજી ઊઠ્યું હતું.
ખંભાળિયામાં અગ્રણી લોહાણા વેપારીઓ યોગેશભાઈ મોટાણી, ભરતભાઈ મોટાણી, મોહિતભાઈ મોટાણી દ્વારા નગરગેઈટ પાસે શ્રીરામ નમકીન પાસે શ્રીરામ જન્મની ભવ્ય આતશબાજી સાથે મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી તથા ખંભાળિયામાં શ્રીરામ સંકીર્તન મંદિર તથા ખંભાળિયાના સલાયા બેરાજામાં પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પો.ઈ. નિકુંજ જોષી તથા સ્ટાફ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તથા શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial