Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થાંભલામાં રૂ।.૩૬,૫૩૬ના નુકસાનની ફરિયાદઃ
જામનગર તા. ૫: જામનગરના બેડી તરફ જવાના રસ્તા પર ઓવરબ્રિજ નીચે પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા લગાડવામાં આવેલા સીસીટીવીના થાંભલા સાથે ગઈકાલે કોઈ અજાણ્યું વાહન ટકરાઈ પડતા થાંભલામાં રૂ।.૩૬૫૩૬નું નુકસાન થતાં અજાણ્યા વાહનના ચાલક સામે સરકારી મિલકતને નુકસાન કરવા અંગે ફોજદારી ફરિયાદ કરાઈ છે.
જામનગર નજીકના બેડી તરફ જવાના રસ્તા પર આવેલા ઓવરબ્રિજની નીચે વાલસુરા ટી પોઈન્ટ નામના લોકેશન પર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરો લગાડવામાં આવ્યો હતો.
આ થાંભલા સાથે કોઈ અજાણ્યું વાહન ગઈકાલે ટકરાઈ પડતા તે થાંભલામાં નુકસાન થયું છે. તેની પોલીસને જાણ કરવામાં આવતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના એએસઆઈ પરેશ ખાણધરે ખુદ ફરિયાદી બની અજાણ્યા વાહનચાલક સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વાહનની ટક્કરથી સીસીટીવી કેમેરાના થાંભલાના ફાઉન્ડેશનમાં રૂ।.૧૨ હજારનું નુકસાન થયું છે અને રૂ।.ર૪૫૩૬ની કિંમતનો થાંભલો બેવડ વળી ગયો છે. આમ, રૂ।.૩૬૫૩૬નું સરકારી મિલકતને નુકસાન કરવા અંગે ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial