Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૯૦૫૭૯ ગ્રાહકો પાસેથી ૩૯ કરોડની વસૂલાત બાકીઃ
જામનગર તા. ૫: જામનગરમાં પીજીવીસીએલ દ્વારા જે બાકીદારોના બીલ ભરવાના બાકી છે તેમની પાસેથી નાણાની વસૂલાત કરવા અન્યથા વીજ જોડાણ કાપવા ૧૨૦થી વધુ ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે. બાકીદારોને તાત્કાલિક બીલ ભરી આપવા તાકીદ કરાઈ છે.
જામનગરમાં આવેલી પીજીવીસીએલની વર્તુ કચેરીમાં સમાવિષ્ટ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રાહકો પાસેથી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ફેબ્રુઆરી સુધીમાં ૧૧૪૦૮૦ ગ્રાહકો પાસેથી રૂ।.પ૧.પ૮ કરોડની બીલની રકમ વસૂલવાની બાકી છે.
બાકી બીલ ધરાવતા ગ્રાહકો સામે ચાલુ મહીનામાં નાણાની વસૂલાત માટે કડકાઈથી કાર્યવાહી કરાઈ રહી છે. બાકીદારોના બીલ વસૂલવા અથવા વીજ જોડાણ કાપવા દૈનિક ધોરણે એકસોથી વધુ ટીમ કાર્યરત કરવામાં આવી છે.
ચાલુ મહિનામાં ર૩૦૩૯ ગ્રાહકોએ પોતાના બાકી બીલના રૂ।.૧૧.૦૬ કરોડ ભરપાઈ કરી આપ્યા છે અને ૪૬૨ ગ્રાહકોએ હજુ રૂ।.૧.૧૨ કરોડ ભરપાઈ કર્યા નથી તેઓના જોડાણ કાપવામાં આવી રહ્યા છે અને ૯૦૫૭૯ બાકીદારો પાસેથી રૂ।.૩૯.૪૦ કરોડની વસૂલાત માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial