Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ કુખ્યાત શખ્સ સહિત બેની કરી અટકાયતઃ
જામનગર તા. ૫: જામનગરના મયુરનગર પાસે સોમવારે રાત્રે એક યુવાનને મારકૂટ કરી ત્રણ શખ્સે રૂ।.૧૮૦૦ની લૂંટ કરી હતી. આ ગુન્હામાં એલસીબીએ બે આરોપીને પકડી પાડ્યા છે અને ત્રીજાની શોધ શરૂ કરી છે.
જામનગરના યાદવ નગરમાં રહેતા રમેશભાઈ દિનેશભાઈ જગતીયા નામના યુવાન સોમવારે રાત્રે મયુરનગર વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સે તેઓને મારકૂટ કરી રૂ।.૧૮૦૦ ઝૂંટવી લીધા હતા. ત્યારપછી પોતાના બે મિત્રો સાથે ફરીથી રમેશભાઈ ત્યાં જતા ફરીથી હુમલો કરાયો હતો.
આ બનાવની ચાલી રહેલી તપાસમાં એલસીબી ટીમે ઝંપલાવ્યું હતું. જેમાં પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી એએસઆઈ દિલીપભાઈ તલાવડીયા, યુવરાજસિંહ, ઋષિરાજસિંહને મળેલી બાતમીના આધારે દિગ્જામ સર્કલ પુલ નીચેથી કાલાવડ નાકા નજીકના ખાટકીવાડમાં રહેતા અલબાઝ ઉર્ફે અરબાઝ ફારૂક કટારીયા તથા વાઘેરવાસમાં રહેતા મોઈન શબ્બીર કકલની અટકાયત કરાઈ હતી.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ પોતાના ત્રીજા સાગરિત સિદ્ધાર્થનગરવાળા મિતેશ ઉર્ફે મીત ઉર્ફે મીતલા સાગઠીયાને સાથે રાખી ઉપરોક્ત લૂંટ કર્યાની કબૂલાત આપી છે. એલસીબીએ એક મોબાઈલ, છરી, રૂ।.૧૮૦૦ રોકડા કબજે કર્યા છે. અલબાઝ ઉર્ફે અરબાઝ સામે ચીલઝડપનો એક ગુન્હો તેમજ વાહનચોરીના છ ગુન્હા મળી કુલ નવ ગુન્હા સિટી, એ, બી અને સી ડિવિઝનમાં નોંધાયેલા છે. બંને આરોપીનો કબજો સિટી સી ડિવિઝનને સોંપાયો છે અને મીત સાગઠીયાની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial