Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં 'બાળકોની પાણી માટે મજૂરી', વાલ્વમાંથી પાણી ભરવાની મજબૂરી

આ બાળકોને કોણ મુક્ત કરાવશે?

                                                                                                                                                                                                      

જામનગરમાં પાન મસાલાના એક વિક્રેતા પેઢીમાંથી બાળ મજૂરને મુક્ત કરાવાયાની ઘટના સાથે જ એક બીજી હકીકત પણ દર્શાવતી તસ્વીર સામે આવી છે. જેમાં રણજીતસાગર રોડ પર કાલિન્દી સ્કૂલ નજીક પાણીની લાઈનનાં વાલ્વમાંથી ગરીબ બાળકો પાણી ભરતા હોવાનું દૃશ્ય દેખાય છે. સરકાર 'નલ સે જલ' યોજનાનાં દાવા કરે છે, પરંતુ બેઘરો માટે તો આવા જળ સ્ત્રોતો જ ઉપયોગી બને છે એ પણ કડવી વાસ્તવિકતા છે. વાલ્વમાંથી થોડું થોડું પાણી સંચય કરવાની આ ગરીબ બાળકોની મહેનત પાણી માટે મજૂરી કરવા બરાબર કહી શકાય. વાલ્વમાંથી પાણી ભરવા મજબૂર આ બાળકો પણ કુમળી વયે શ્રમ કરવા મજબૂર છે. પરંતુ તેઓ બાળ મજૂરની કેટેગરીમાં ફિટ બેસતા નથી એટલે તેઓને મુક્ત કરાવવા સરકારનો કોઈ વિભાગ કાર્યરત નથી એ પણ હકીકત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh