Advertisement
Author: નોબત સમાચાર

સિક્કમાં મહિલા પર ધોકાથી હુમલો

જૂના પાડોશીઓ સામે પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના સિક્કા ગામના કારાભુંગા વિસ્તારમાં અગાઉ વસવાટ કરતા એક આસામી સાથે જૂના પાડોશીને મનદુખ થયું હતું તેનો ખાર રાખી રવિવારે આ આસામી તથા એક મહિલાએ ધોકાથી હુમલો કરી મહિલાને માર માર્યાે હતો.

જામનગર તાલુકાના સિક્કાના કારાભુંગા વિસ્તારમાં આવેલી નીમાઝ કોલોનીમાં રહેતા જયોત્સનાબેન ગોપાલભાઈ સોલંકી રવિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે પાડોશી પુષ્પાબેન સાથે કોઈ ઝઘડો કરતા હોવાનું સાંભળવા મળતા જયોત્સનાબેન બહાર નીકળ્યા હતા.

આ વેળાએ તેઓના જૂના પાડોશી કિશનભાઈ રમેશભાઈ મકવાણા ઉર્ફે કાંતિભાઈ તથા અન્ય વ્યક્તિ ઝઘડો કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. અગાઉ કાંતિભાઈ ત્યાં જ રહેતા હતા. ત્યારે મનદુખ થયું હતું તેનો ખાર રાખી પુષ્પાબેન સાથે ઝઘડો કરાતો હતો. તેમાં વચ્ચે પડેલા જયોત્સનાબેન પર કિશનભાઈ તથા એક મહિલાએ હુમલો કર્યાે હતો. જેમાં આ મહિલાને માથામાં ધોકો લાગી ગયો હતો. તેઓએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh