Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છરી, ધોકા, સળીયાથી ચાર શખ્સ તૂટી પડ્યાઃ
જામનગર તા. ૭: જામનગરના એક યુવાન પર બે મહિના પહેલાં બાઈક ચલાવવા બાબતે બોલાચાલી થયા પછી તેનો ખાર રાખી રવિવારે રાત્રે ગુલાબનગર પાસે એક હોટલ નજીક ચાર શખ્સે ધોકા, સળીયા, છરીથી હુમલો કરી માર માર્યાે હતો.
જામનગરના ગુલાબનગર નજીક આદિત્ય પાર્કમાં રહેતા મોઈન હનીફભાઈ જીવરાણી નામના યુવાનને બેએક મહિના પહેલાં બાઈક ચલાવવા બાબતે અસરફ સુમરા તથા યુવી સાથે ઝઘડો થયો હતો. તે દરમિયાન રવિવારે રાત્રે ગુલાબનગર નજીક ચાની એક હોટલે મોઈનભાઈ ઉભા હતા ત્યારે અસરફ, યુવી, આફતાબ સુમરા, અનિશ સુમરા ધસી આવ્યા હતા.
આ શખ્સોએ અગાઉની માથાકૂટનો ખાર રાખી ધોકા, સળીયા, છરીથી હુમલો કર્યાે હતો. અસરફે ગાળો ભાંડી હતી. ધક્કો વાગી જતા હાથ તથા ગોઠણમાં ઈજા થઈ છે. અનિશ સુમરાએ ઢીકાપાટુથી માર મારી ઈજા પહોંચાડી હતી. અસરફે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી બી ડિવિઝનમાં મોઈનભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial