Advertisement
Author: નોબત સમાચાર

ધણશેરીની ખાડમાં બપોરના સમયે એક દુકાનમાંથી રૂ।.ર૪ હજાર રોકડાની ચોરી

એક શખ્સના કરતૂત સીસીટીવીમાં કંડારાયાઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૭: જામનગરના ધણશેરીની ખાડ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગયા બુધવારે બપોરે મોટાભાગની દુકાનો બંધ હતી ત્યારે એક દુકાનમાંથી રૂ।.ર૪ હજાર રોકડાની ચોરી થઈ ગઈ હતી. વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી એક શખ્સ સામે શંકાની સોય તાણી છે.

જામનગરના બેડીનાકા નજીક આવેલી ધણશેરીની ખાડમાં મીઠાના મીલ નજીક બાબજી  સિરામીક એન્ડ સેનેટરી નામની દુકાન ચલાવતા હુસેનીભાઈ મહંમદઅલી કપાસીની દુકાનમાં ગયા બુધવારની બપોરના બે વાગ્યાથી પોણા પાંચ વાગ્યા દરમિયાન રૂ।.૨૪ હજાર રોકડાની ચોરી થઈ ગઈ છે.

આ વિસ્તારમાં બપોરના સમયે મોટાભાગની દુકાનો બંધ હોવાથી પથરાયેલી શાંતિ દરમિયાન રાજ નામનો એક શખ્સ બાબજી સિરામીક પાસે આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. ત્યારપછી આ શખ્સે તે દુકાનમાં ઘૂસી જઈ ટેબલના ખાનામાંથી રૂ।.ર૪ હજાર રોકડા ચોરી કરી લીધા હતા. સાંજે જ્યારે દુકાન ખોલવામાં આવી ત્યારે ચોરીની જાણ થઈ હતી.

ત્યારપછી આ દુકાન તેમજ ઉપરોકત વિસ્તારમાં મૂકવામાં આવેલા કેટલીક દુકાનોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા રાજ નામનો શખ્સ શંકાસ્પદ રીતે આંટાફેરા કરતો જોવા મળ્યો હતો અને તેણે ઉપરોક્ત દુકાનમાં ચોરી કર્યાનું જણાઈ આવ્યું હતું તેથી હુસેનીભાઈએ ગઈકાલે તેની સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતનો વીડિયો વાયરલ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh