Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૭: કાલાવડના એક યુવાને પોતાની મગજની બીમારી અને છેલ્લા બે મહિનાથી કામધંધો ન હોવાના કારણે ઘેરી વળેલી આર્થિક સંકળામણના કારણે ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેમના પિતાનું નિવેદન નોંધ્યું છે.
કાલાવડ શહેરના આંબેડકરનગરમાં વિકાસ કોલોનીમાં રહેતા સાગરભાઈ હરીભાઈ ચાવડા ઉર્ફે ભીખાભાઈ (ઉ.વ.૨૬) નામના યુવાનને મગજની બીમારી લાગુ પડી હતી. તેની સારવાર અપાવવામાં આવતી હતી.
તે દરમિયાન છેલ્લા બે મહિનાથી તકલીફ વધી જતાં અને કોઈ કામધંધો ન હોવાથી આર્થિક સંકળામણમાં આવી જવાના કારણે છેલ્લા બેએક મહિનાથી ગુમસુમ રહેતા સાગરભાઈએ ગઈકાલે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં પરિવારજનોએ સાગરભાઈને નીચે ઉતારી સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડ્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા હરીભાઈ ચનાભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial