Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ સાથે દંડ ચૂકવવા આદેશઃ
જામનગર તા. ૭: જામનગરના એક વેપારીએ રાજકોટના મહિલા સામે રૂ।.૩ લાખના ચેક પરતની કરેલી ફરિયાદી ચાલી જતા અદાલતે આરોપી મહિલાને બે વર્ષની કેદ અને ચેકની રકમ વ્યાજ સાથે દંડ પેટે ભરપાઈ કરવા હુકમ કર્યાે છે.
જામનગરના રાજપાર્ક-રમાં રહેતા જગદીશ જેઠાલાલ નાગપાલ પાસેથી રાજકોટના નિશાબેન ઉમેશભાઈ શેઠ નામના મહિલાએ રૂ।.૩ લાખ સંબંધદાવે હાથઉછીના મેળવી રાજકોટમાં શાખા ધરાવતી બેંકનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા જગદીશભાઈએ જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે નિશાબેન ઉમેશભાઈ શેઠને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને રૂ।.૩ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial