Advertisement
Author: નોબત સમાચાર

શાળાએ જઈ રહેલા સ્કૂટરચાલક વિદ્યાર્થીનું બસની ઠોકરે ચઢી ગયા પછી ઈજાથી મૃત્યુ

પાછળ બેસેલા અન્ય વિદ્યાર્થીને થઈ ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના પવનચક્કી વિસ્તારથી નાનકપુરી વચ્ચે ગઈકાલે એક સ્કૂટરને મીની બસે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં શાળાએ જઈ રહેલા એક વિદ્યાર્થીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. પાછળ બેસેલા બીજા વિદ્યાર્થીને ઈજા થઈ હતી. બસચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં આવેલી વારીયા મસ્જિદ પાસે રહેતા અલાઉદ્દીન હારૂનભાઈ ઓડીયા નામના તરૂણ તથા તેમના મિત્ર આફરીન ગઈકાલે સવારે આઠેક વાગ્યે પોતાના ઘરેથી એક્સેસ સ્કૂટર પર શાળાએ જવા માટે નીકળ્યા હતા. આ બંને વ્યક્તિએ પવનચક્કી પાસે પેટ્રોલપંપ પર ઈંધણ ભરાવ્યું હતું.

ત્યારપછી પવનચક્કીથી નાનકપુરી તરફ જવાના રસ્તા પર જ્યારે તેઓનું સ્કૂટર પહોંચ્યું ત્યારે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૧૦-એટી ૯૯૯૫ નંબરની અરબાનીયા નામની મીની બસના ચાલકે ટક્કર મારી હતી. સ્કૂટર ચલાવી રહેલા અલાઉદ્દીન તથા પાછળ બેસેલા આફરીન રોડ પર પછડાયા હતા.

આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા અલાઉદ્દીનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આફરીનને ઈજા થઈ હતી. આ અકસ્માત અંગે મૃતકના મોટાભાઈ સમીર હારૂનભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh