Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી માટેની યોજનાની જાહેરાત

શિક્ષણ વિભાગનો મહત્તવપૂર્ણ નિર્ણય

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૭: ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી હાઈસ્કૂલો તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જ્ઞાન સહાયકની નવી યોજના લાગુ કરવા શિક્ષણ વિભાગે ગઈકાલે નવ પાનાનો વિસ્તૃત પરિપત્ર જાહેર કરી યોજનાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તથા મીશન સ્કૂલ્સ ઓફ એકસેલેન્સના લક્ષ્યો મુજબ રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી પ્રક્રિયા જ્ઞાન સહાયકની નક્કી થઈ છે.

આ યોજના જ્ઞાન સહાયકના નામે ઓળખાશે તથા આ યોજનાનું અમલીકરણ સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર કરશે. નીયત કરેલ શૈક્ષણિક તથા વ્યાવસાયિક લાયકાત ઉપરાંત હીસ્તરીય ટેટ અથવા ટાટ અને ના મળેતો વ્યાવસાયિક અને શૈક્ષણિક લાયકાત મુજબ ઉમેદવારો લેવાના રહેશે. માધ્યમિક માટે ૪૮ તથા ઉચ્ચતર માધ્યમિક માટે ૫૦ વયમર્યાદા રહેશે. મેરીટ લીસ્ટ લાયકાત મુજબ તૈયાર થશે તથા માસિક ઉચ્ચ વેતન માધ્યમિક માટે ૨૪ હજાર ફીક્સ તથા ઉચ્ચતર માધ્યમિક માટે ૨૬ હજાર ફીકસ રખાયું છે. જ્ઞાન સહાયકની કામગીરી ૧૧ માસની રહેશે. શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે કરાર રદ થશે. સરકારીમાં એસ.એમ.પી. તથા ગ્રાન્ટેડમાં સંચાલક મંડળ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh