Advertisement
Author: નોબત સમાચાર

જર્મની, પોર્ટુગલ અને બ્રાઝીલ ટુર્નામેન્ટમાંથી આઉટઃ ત્રણેય યજમાન દેશો પણ સ્પર્ધામાંથી બહાર થયા

ફીફા વર્લ્ડ કપ-ર૦ર૬

                                                                                                                                                                                                      

ન્યુયોર્ક તા. ૭: અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યજમાન પદે રમાઈ રહેલ ફીફા વર્લ્ડ કપ-ર૦ર૬ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં બે-ચાર મોટા અપસેપ્ટ સર્જાયા છે. ત્રણેય યજમાન દેશોની ટીમ ક્વાર્ટ ફાઈનલ સુધી પહોંચી શકી નથી, જ્યારે અગાઉના વર્લ્ડ કપમાં ચેમ્પિયન થયેલી અને આ વર્લ્ડકપમાં પણ મજબૂત દાવેદાર ગણાતી પોર્ટુગલ (રોનાલ્ડો), બ્રાઝીલ (નેમાર) અને જર્મનીની ટીમો સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ છે. બ્રાઝીલના સ્ટાર ખેલાડી નેમારે પોતાની ટીમના પરાજય પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આજની સ્થિતિએ હવે આ વર્લ્ડ કપમાં ફ્રાન્સ, મોરોક્કો, સ્પેન, બેલ્જિયમ, નોર્વે અને ઈંગ્લેન્ડની ટીમ ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.આજે આર્જેન્ટિના વિ. ઈજીપ્ત અને સ્વિત્ઝર્લેન્ડ વિ. કોલમ્બિયાના મેચોમાં વિજેતા ટીમ ક્વાર્ટર ફાઈનલમાં આવશે.

હવે પછીના ક્વાર્ટર ફાઈનલના મુકાબલાઓમાં ફ્રાન્સ અને સ્પેન જેવી ટીમો સામસામે ટકરાવાની હોવાથી એક ટીમ આઉટ થઈ જશે, જ્યારે આર્જેન્ટિનાને સંભવતરીતે નોર્વે, ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે મેચ રમવા પડશે.

ક્વાર્ટર ફાઈનલ ટેબલ

તા. ૧૦-૭-ર૦ર૬ ફ્રાન્સ વિ. મોરોક્કો

તા. ૧૧-૭-ર૦ર૬ સ્પેન વિ. બેલ્જિયમ

તા. ૧ર-૭-ર૦ર૬ નોર્વે વિ. ઈંગ્લેન્ડ

આજે બે મેચ

આર્જેન્ટિના વિ. ઈજીપ્ત

સ્વીત્ઝરર્લેન્ડ વિ. કોલમ્બિયા

(આ બે મેચના વિજેતા વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ તા. ૧ર/૭ ના રમાશે)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh