Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેજના ડીન દ્વારા વિગતો જાહેરઃ
જામનગર તા. ૭: જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કમિશન દ્વારા નોટીસ આપી ૪પ દિવસમાં પૂર્તતા કરવા જણાવાયું હતું, જે કામગીરી પૂર્ણ થતા તાજેતરમાં રપ૦ બેઠક માટે વિધિવત્ મંજુરી આપી દેવામાં આવી છે.
મેડિકલ શિક્ષણમાં ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી નેશનલ મેડિકલ કમિશનર દ્વારા દર વર્ષે મેડિકલ કોલેજોનું ઈન્સપેક્શન કરવામાં આવે છે. દરમિયાન ભારતની ૧૦૦ કોલેજ જેમાં જામનગર સહિત રાજ્યની ચાર કોલેજમાં થોડી ક્ષતિ જણાતા નોટીસ પાઠવાઈ હતી, અને ૪પ દિવસમાં સુધારો કરવા જણાવાયું હતું.
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ દ્વારા સમયમર્યાદામાં જરૂરી પૂર્તતા કરી દેવામાં આવી હતી. મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈના જણાવ્યા મુજબ વર્ષ ર૦ર૬-ર૭ માટે રપ૦ બેઠકના એમબીબીએસના અભ્યાસ ક્રમ ચાલુ રાખવાની મંજુરી ગત્ તા. ર૮-૬-ર૦ર૬ ના મળી જવા પામી છે.
૧૯પપ થી અવિરતપણે કાર્યરત વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સાધન-સામગ્રી, કુશળ-અનુભવી સ્ટાફ, તબીબોની પૂરતી ઉપલબ્ધતા તથા દર્દીઓની સંખ્યા વગેરેને ધ્યાનમાં રાખીને રપ૦ સીટનો અભ્યાસક્રમ ચાલુ રાખવાની મંજુરી મળી છે.
આ સંસ્થા ભવિષ્યના તબીબોનું ઘડતર કરવા કટીબદ્ધ છે તથા ભવિષ્યમાં શ્રેષ્ઠ તબીબી શિક્ષણ મળી રહે તે માટે અત્યંત કાર્યરત છે. તેમ પણ કોલેજના ડીનએ ઉમેર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial