Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૨૧,૯૫,૫૦૦નો મુદ્દામાલ કબજેઃ અન્ય એકનું નામ ખૂલ્યું:
જામનગર તા. ૭: જામનગરના ટાઉનહોલ વિસ્તારમાંથી ગઈકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનના એક શખ્સને ૧૪૨ ગ્રામ નશાકારક પદાર્થ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સ પાસેથી ૧૯ ગ્રામ કોકેઈન પાવડર અને ૧૨૩ ગ્રામ એમડીએમએ ડ્રગ્સ મળી આવ્યું છે. આરોપીએ અન્ય એકનું નામ આપ્યું છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ગઈકાલે બપોરે એક શખ્સ નશાકારક પાવડર સાથે આવવાનો છે તેવી બાતમી પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમના મયુરરાજસિંહ, બલભદ્રસિંહ, હીરેનસિંહને મળી હતી. તે બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ વી.બી. ચૌધરીના વડપણ હેઠળ એસઓજી ટીમે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ટાઉનહોલ નજીક આવેલી ખાનગી બેંકવાળી શેરીમાં મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના અરણાઈ ગામનો નરશીરામ કૃપારામ લુણા નામનો શખ્સ આવ્યો હતો. તેને અટકાયતમાં લઈ તલાશી લેવાતા તેની પાસેથી કોકેઈન તથા એમડીએમએ નામના નશાકારક પાવડરનો ૧૪૨ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.
આ શખ્સની પૂછપરછ કરવામાં આવતા તેણે ઉપરોક્ત જથ્થો ઝાલોર જિલ્લાના પારસરામ જીવારામ રબારી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી છે. હાલમાં સજુબા સ્કૂલ પાસે વસવાટ કરતા આ શખ્સના કબજામાંથી કુલ રૂ।.૨૧ લાખ ૮૦ હજારની કિંમતનો ડ્રગ્સનો જથ્થો, બે મોબાઈલ, વજનકાંટો મળી રૂ।.૨૧ લાખ ૯પ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી સામે એનડીપીએસ એકટ હેઠળ સિટી બી ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial