Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોટા વાયરલ કરવાની આપી હતી ધમકીઃ
જામનગર તા. ૨૬: શેઠવડાળા નજીકના ભોજાબેડી ગામના એક શખ્સને એક સગીરાની છેડતી કરી ફોટા વાયરલની ધમકી આપી રૂ।.૭૪ હજાર પડાવી લેવા અંગે પોલીસમાં ફરિયાદ કરાયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને રોકડનો દંડ ફટકાર્યાે છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા નજીક આવેલા ભોજાબેડીમાં રહેતા મગન મનજીભાઈ વાઘેલા નામના શખ્સે એક સગીરાને મળવા માટે બોલાવી હતી. મગનની વાતોમાં આવી ગયેલી સવા ચૌદ વર્ષની સગીરા મળવા જતા મગને તેણી સાથે અણછાજતા અડપલા કરવા ઉપરાંત ફોટા પાડી લીધા હતા.
ત્યારપછી આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી મગને બ્લેકમેઈલ કરી આ સગીરા પાસેથી કટકે કટકે રૂ।.૭૪ હજાર પડાવી લીધા હતા. તે બાબતની સગીરાએ પરિવારને જાણ કર્યા પછી શેઠવડાળા પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી ૩૫૪, ૩૮૬, ૫૦૬ (ર), પોક્સો એક્ટની કલમ ૮, ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો તથા પુરાવાઓને ગ્રાહ્ય રાખી મગન મનજીભાઈ વાઘેલાને તક્સીરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૮ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદ, રૂ।.૧પ હજારનો દંડ, કલમ ૧૨ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ, રૂ।.૧૦ હજારનો દંડ અને આઈપીસી ૫૦૬ (ર)ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદ અને રૂ।.પ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી પીપી એમ.પી. જાની અને મૂળ ફરિયાદી તરફથી વકીલ અહમદ સફીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial