Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યજ્ઞોપવિત પ્રસંગે લોકડાયરો, દાંડિયારાસ, સૂકા મેવા મનોરથ
દ્વારકા તા. ર૬: દ્વારકા યાત્રાધામમાં તા. ર૯ જાન્યુઆરીએ દ્વારકાના અનિલભાઈ પરસોત્તભાઈ બુજડના પુત્ર તથા સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ વિજયભાઈ બુજડના ભત્રીજા ધાર્મિક તેમજ વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પુત્ર નયનના યજ્ઞોપવિત પ્રસંગે તા. ર૮-૧-ર૦ર૬ ને બુધવારના દ્વારકાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણનું ભવ્ય આયોજન થશે.
તદ્નુસાર તા. ર૮ મીએ બુધવારે બપોરે ૩ કલાકે ધ્વજાજીનું પૂજન, બપોરે ૩-૩૦ કલાકથી બાસબેન્ડના સથવારે ધ્વજાજીની શોભાયાત્રા યોજાશે. સાંજે પ કલાકે જગતમંદિરે ઠાકોરજીના ઉત્થાપન સમયે શ્રીજીને સુકા મેવા મનોથર યોજાશે. તેમજ જગતમંદિરે ધ્વજાજીનું નૂતન આરોહણ કરવામાં આવશે. રાત્રે ૯ કલાકથી આદિત્ય રોડ, શિતલા માતાજીના મંદિર પાસે, પ્રસાદીનું પણ આયોજન કરાયું છે. રાત્રિના ૮ કલાકથી ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો ઉદયભાઈ ધાધલ એન્ડ ટીમ તથા વનિતાબેન પટેલના સથવારે લોકડાયરો તેમજ દાંડિયારાસનું પણ આયોજન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial