Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં કાચબા સાથે જીવદયા પ્રેમી વેપારીને ઝડપીને રીઢા ગુનેગાર જેવા પોલીસના વર્તનની રાવ

પિતાના સમયથી પરંપરાગત રીતે રઘુવંશી ગર્ભશ્રીમંત વેપારીએ સૂર્યમુખી કાચબો પાળ્યો હતોઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં અર્જુનભાઈ ભગાણી રેફ્રીજરેટરના ધંધાર્થી લોહાણા ગર્ભશ્રીમંત વેપારીએ પોતાના ઘરે તેમના પિતાના વખતથી રાખેલા સૂર્યમુખી કાચબા સાથે પકડાઈ જવાની પોલીસની અતિ કડક આંતરિક કાર્યવાહી સમગ્ર ભાણવડમાં ભારે  ચર્ચાસ્પદ બની છે.

અત્યંત જીવદયાપ્રેમી અર્જુનભાઈના પિતા હયાત હતા ત્યારના તેઓ આ કાચબા રાખતા અને તેની પૂજા કરતા તથા કાચબા માટે ટમેટા, કાકડી જેવો ખોરાક ગમે તેટલો મોંઘો હોય, તેઓ મંગાવતા અને મુંગા પશુ-પક્ષીઓને ગમે ત્યારે મદદરૂપ થતા. અને આર્થિક મદદ દ્વારા ખોરાકમાં મદદરૂપ થતા. આ રઘુવંશી પરિવારને ત્યાં કાચબા નીકળતા મોટા ગુનેગાર જેવી પોલીસની કામગીરી સમગ્ર ભાણવડમાં ભારે ચર્ચાસ્પદ બની છે.

પોલીસ દ્વારા વેચાણ માટે આ કાચબા રાખવામાં આવ્યા હોવાનું સત્તાવાર જણાવાયેલ. જ્યારે વર્ષોથી આ કાચબાની સેવા કરતા તેમના માટે ખાસ જગ્યા કુદરતી વાતાવરણ ઊભું કરતા આ જીવદયા પ્રેમીને શેડયુલ વનમાં આ કાચબાને રેડ લિસ્ટ કર્યા હોય તેને રાખવા માટે દંડ તથા સજા થાય તે ખબર ના હોય, તેઓ ઝડપાઈ ગયા. પણ મોટા 'ગુનેગાર' પકડાયા હોય તેવો વ્યવહાર પણ ભારે ટીકાપાત્ર બન્યો છે.

જો કે, ભાણવડની આ ઘટનાના પગલે દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં આવા કાચબાને પાળનારા કાચબાઓને જંગલમાં મૂકવા માંડયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh