Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગોળ, ગોલા અને મસાલાના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલાયા

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકીંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ર૮ સ્થળોએથી ખાદ્ય ચીજોના સિઝનલ મસાલા, બરફના ગોલાના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચના અને ફૂડ વિભાગ રાજ્ય સરકારની ડ્રાઈવ અન્વયે ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાંથી ખાદ્ય ચીજોના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં  આવી છે.

જેમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં મિલા૫ ટ્રેડલિંક પ્રા.લિ.માંથી દેશી ગોળ, વિશ્વાસ ટ્રેડીંગ કાું.માંથી કોલ્હાપુરી ગોળ, અને દેશી ગોળ પાવરર (કેશર બ્રાન્ડ), ફરોઝ ટ્રેડર્સમાંથી શુદ્ધ ગોળ (કાવેરી બ્રાન્ડ) અને નેચરલ ગોળ (ટીજી બ્રાન્ડ), મહેન્દ્ર કુમાર ગોપાલદાસમાંથી દેશી ગોળ, નિતેષ ંએન્ડ કંપનીમાંથી ગોળ (રાજમણી), હિન્દુસ્તાન ટ્રેડર્સમાંથી ગોળ (રાજભોગ), ભાવિન ટ્રેડર્સમાંથી ગોળ (કિશાન), જસવંત એન્ડ કંપની અને ભગવતિ ટ્રેડીંગમાંથી ગોળ, ભરતકુમાર ચત્રભૂજમાંથી ગોળ, (જયદાનગી) અને ગોપાલદાસમાંથી ગોળ (મધુરમ), વિજય એન્ટરપ્રાઈઝમાંથી કોલ્હાપુરી ગોળ, આશા ફ્લોર મીલ (નુરી ચોકડી) માંથી હળદર પાવડર, મરચા પાવડર અને ધાણાજીરૂ, અન્નપૂર્ણા ફલોર મીલ (હાપા રોડ) માંથી મચ્ચુ અને આખા ધાણા, આરાધ્ય મસાલા સેન્ટર (હાપા રોડ) માંથી મરચુ પાવડર અને આખા ધાણા, આરાધ્ય મસલા સેન્ટર (હાપા રોડ) માંથી મચ્ચુ પાડવર, ધાણા આખા, હળદર ગાંઠીયા, સુરાપુરા ધામ ભોલાવ (હાપા રોડ) માંથી મચ્ચુ પાવડર, આશીર્વાદ સ્પાઈસી એન્ડ ગ્રાઈડીંગમાંથી હળદર ગાંઠિયા અને ગરમ મસાલો, તથા પંચેશ્વર ટાવર માર્ગ પરના રામજીભાઈ સરબતવાળામાંથી ગુલાબ માવા મલાય ડ્રાયફ્રૂટ ગોલા અને ભોલેનાથ ડીસ ગોલા (ત્રિશાલી પાંઉભાજી પાસે) થી ડ્રાયફ્રૂટ મિલ ગોલાના નમૂના લેવાયા છે અને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh