Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દરવર્ષે યોજાતી ભગવાન પરશુરામની શોભાયાત્રા પહલગામ આતંકી હુમલાના કારણે રદ્

શહેર-જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા એક વાડીમાં માત્ર પૂજન-અર્ચના-હવન કરી પરશુરામ જયંતી કરાશે સંપન્ન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગર શહેરમાં બ્રાહ્મણ સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાનું પ્રતિ વર્ષે જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે. જે શોભાયાત્રા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે નિર્દોષ નાગરિકોના મૃત્યુ થવા બદલ શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે શોભાયાત્રા રદ કરવામાં આવી છે, અને તમામ મૃતક નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી. આ ઉપરાંત પરશુરામ જન્મોત્સવની ઉજવણી માત્ર એક વાડીમાં પૂજન- અર્ચન સાથે સંપન્ન કરવા નો નિર્ણય કરાયો હતો.

આગામી તા. ૨૯.૪.૨૦૨૫ને શ્રી પરશુરામ જન્મ જયંતી નિમિત્તે ભગવાન પરશુરામજી ની શોભાયાત્રાના આયોજન માટેની અંતિમ બેઠક તારીખ ૨૬ને શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે દયાશંકર બ્રહ્મપુરીમાં યોજાઈ હતી.

સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, અને કારોબારી સભ્ય નયનભાઈ વ્યાસ, ઉપરાંત શહેર પ્રમુખ આશિષ જોષી, મહામંત્રી હિરેન કનૈયા, સમાજના મહિલા પાંખના જિલ્લા પ્રમુખ, અને શોભાયાત્રાના કન્વીનર મનિષાબેન સુંબડ, શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેરના મહામંત્રી વૈશાલીબેન જોષી, જિલ્લાના મહામંત્રી મીનાબેન જ્યોતિષિ, ઉપરાંત જિલ્લા યુવા પ્રમુખ જનકભાઈ ખેતિયા, અને જિલ્લા યુવા મહામંત્રી ચિરાગભાઈ અસવાર, શહેર યુવા પાંખના પ્રમુખ જસ્મિન ધોળકિયા,  શહેર યુવા મહામંત્રી વિમલ જોષી વગેરેની આગેવાનીમાં અંતિમ બેઠક યોજાઈ હતી.

 આ બેઠકમાં શહેર પ્રમુખ આશિષભાઈ જોશી દ્વારા પરશુરામજીની શોભાયાત્રા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે રદ કરવાના નિર્ણયની જાહેરાત કરાઈ હતી. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ અગ્રણીઓ સાથે પરામર્શ કર્યા પછી જામનગરના હોદ્દેદારોએ આ નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉપરાંત આગામી ૨૯ મી તારીખે નીકળનારી શોભાયાત્રા રદ કરીને માત્ર પૂજા વિધિ સાથેજ પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ઉજવવાનું નક્કી કરાયું હતું, અને દયાશંકર બ્રહ્મપુરી ની વાડીમાં જ શોભાયાત્રા ના સમયે સાંજે પાંચ વાગ્યે વૈદીક હોમ- હવન સાથે ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉજવવાનું નક્કી થયું હતું, અને તે સમગ્ર આયોજનની જવાબદારી નવા નિમાયેલા મહિલા કન્વીનર શ કન્વીનર  મહિલાઓની ટીમને સોંપાઈ હતી. જેઓની રાહબરી હેઠળ અલગ અલગ બ્રહ્મબંધુઓ પરિવારજનોને પૂજા વિધિમાં બેસાડીને ભગવાન પરશુરામનો જન્મોત્સવ સાદાઈથી ઉજવવાનું સર્વાનુમતે નક્કી કરાયું હતું.

 આ વેળાએ બેઠકમાં સમસ્ત બ્રહ્મ સમાજના અલગ અલગ ઘટકના બ્રહ્મ સમાજના આગેવાનો, ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા, અને આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ બેઠકમાં ઉપસ્થિત રહેલા સર્વે બ્રહ્મ અગ્રણીઓ તેમજ તમામ બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો દ્વારા પોતાના હાથમાં મીણબત્તી લઈને પહલગામ આતંકવાદી ના હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા  નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.

પરશુરામ જન્મોત્સવ ના દિવસે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોના આત્માની શાંતિ  અર્થે મહામૃત્યુંજય ના જાપ કરાશે. જામનગર શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન મુલતવી રખાયું છે, અને પરશુરામ જન્મોત્સવની માત્ર સાદાઈથી ઉજવણી કરવાનું નક્કી થયું છે, ત્યારે ભગવાન પરશુરામજીની પૂજા અને હોમહવન બાદ ઉપસ્થિત તમામ બ્રહ્મ બંધુઓ દ્વારા પહલગામ આતંકી હુમલામાં પોતાના પ્રાણ ગુમાવનારા નિર્દોષ નાગરિકોના આત્માની શાંતિ અર્થે મહામૃત્યુંજયના જાપ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh