Advertisement
Author: નોબત સમાચાર

સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત સુપરલીગ સિઝન-૨ની ઘોષણા

જીએસએફએના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી દ્વારા ફ્રેન્ચાઈઝી ટીમ માલિકોનું સન્માન

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૮: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની સિઝન-૨ની ઘોષણા કરી છે અને જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ટીમ માલિકોનું સન્માન કરીને ટ્રોફી અને જર્સીનું અનાવરણ કરાયું છે.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જીએસએફએ) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયામાં આગામી ૧લી મેથી ૧૩મી મે, ૨૦૨૫ દરમિયાન ગુજરાત સુપર લીગ (જીએસએલ)ની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, જીએસએફએને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની અપેક્ષા છે, જેનાથી આપણા રાજ્યમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ મળશે.

એક સત્તાવાર કાર્યક્રમમાં જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીએ જીએસએલ સિઝન-૨માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, પરિમલભાઈ નથવાણી દ્વારા સત્તાવાર જીએસએલ ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કરાયું હતું.

જીએસએલ ટાઇટલ માટે સ્પર્ધા કરનારી છ ફ્રેન્ચાઇઝી ટીમોમાં અમદાવાદ એવેન્જર્સ (સાહિલ પટેલ અને શાલિન પટેલ), ગાંધીનગર જાયન્ટ્સ (પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી), કર્ણાવતી નાઈટ્સ (અદ્વૈતા પટેલ અને યશ શાહ),            સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (કુશલ પટેલ), સુરત સ્ટ્રાઇકર્સ (અલકેશ પટેલ) અને વડોદરા વોરિયર્સ (કમલેશ ગોહિલ) નો સમાવેશ થાય છે.

ઉપસ્થિતોને સંબોધન કરતા પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સુપર લીગ તેની બીજી સિઝનમાં પ્રવેશી રહી છે અને તેના સાક્ષી બનવું એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હ્ય્દયપૂર્વક આભાર માનું છું. વધુમાં, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્ત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે જીએસએલ પ્રારંભિક સિઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

જીએસએફએના માનદ સચિવ મૂળરાજસિંહ ચૂડાસમાએ જીએસએલની બીજી સિઝનમાં તેની મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં અભિવૃદ્ધિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. યોગાનુયોગે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ જીએસએફએને સતત મજબૂત સમર્થન મળતું રહૃાું છે.

જીએસએલ સિઝન-૨માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ અગાઉ ૈં-લીગ અને સંતોષ ટ્રોફી જેવી ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેઓનો સમાવેશ કરાતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચુ સ્તર જોવા મળશે. જીએસએલની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની અપીલને વ્યાપક બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે, જીએસએફએએ નક્કી કર્યું છે કે ૧૮ વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત સુપર લીગ સિઝન ૨ની ઉદ્દઘાટન મેચ આગામી ૧ મે, ૨૦૨૫ના સાંજે ૭:૦૦ વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયામાં શરૂ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh