Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાથના કર્યા હૈયે વાગ્યાઃ કરો તેવું ભોગવોઃ
નવી દિલ્હી તા. ૧૩: ટ્રમ્પ ટેરિફની સાઈડ ઈફેક્ટથી અમેરિકામાં મોંઘવારી-બેરોજગારી અને ગરીબી વધી રરહી હોવાના તારણો નીકળી રહ્યા છે, અને ટ્રમ્પને હાથના કર્યા હૈયે વાગ્યા હોવાની ટીકાઓ થઈ રહી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ટેરિફથી આવક વધશે અને અમેરિકનોને ફાયદો થશે, પરંતુ યેલ યુનિવર્સિટીની બજેટ લેબ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ ટેરિફ વધુ અમેરિકનોને ગરીબીમાં ધકેલી શકે છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ટ્રમ્પના ટેરિફ વધારાથી ર૦ર૬ સુધીમાં ગરીબીમાં જીવતા અમેરિકનોની સંખ્યામાં લગભગ ૧ મિલિયનનો વધારો થઈ શકે છે.
આ અભ્યાસમાં સત્તાવાર ગરીબી માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ટેક્સ પહેલાની આવકના આધારે ગરીબીની ગણતરી કરે છે. અમેરિકાના સેન્સસ બ્યૂરોએ અહેવાલ આપ્યો હતો કે ગયા વર્ષના અંતમાં ૧.૬ કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા હતાં. જીવનનિર્વાહ ખર્ચ સાથે આવકમાં વધારો થતા ગરીબી દર ૦.૪ ટકા ઘટીને ૧૦.૬ ટકા થયો હતો.
યેલ યુનિવર્સિટીની બજેટ લેબને એ પણ જાણવા મળ્યું કે જ્યારે તેણે વધુ વ્યાપક માપ, પૂરક ગરીબી માપદંડનું વિશ્લેષણ કર્યું ત્યારે ગરીબી પણ વધશે. પૂરક ગરીબી માપદંડ ખોરાક, બાળ સંભાળ, તબીબી અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં લે છે. તે અંદાજ લગાવે છે કે ર૦ર૬ માં ગરીબી દર ૧ર થી ૧ર.ર ટકા સુધી વધશે.
અમેરિકામાં માસિક ધોરણે એકંદર ફૂગાવાનો દર વધ્યો છે. જુલાઈથી ઓગસ્ટ સુધીમાં ભાવમાં ૦.૪ ટકાનો વધારો થયો છે. આ પાછલા મહિનાના ૦.ર ટકાના વધારા કરતા ઘણો વધારે છે. એટલું જ નહીં, સતત બીજા મહિનામાં મુખ્ય ભાવમાં ૦.૩ ટકાનો વધારો થયો છે. ફૂગાવામાં વધારો થવા છતાં તાજેતરના સરકારી અહેવાલોમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, તાજેતરના મહિનાઓમાં નિમણૂકોમાં પણ ઝડપથી ઘટાડો થયો છે અને તે ગયા વર્ષના અંદાજ કરતા ઓછો છે. ઓગસ્ટમાં બેરોજગારી દર વધીને ૪.૩ ટકા થયો, જે હજુ પણ સૌથી નીચા સ્તરે છે.
શ્રમ વિભાગના જણાવ્યા અનુસાર ગયા મહિને ગ્રાહક ભાવ સૂચકાંકમાં ૦.૪ ટકાનો વારો થયો, જે જાન્યુઆરી પછીનો સૌથી મોટો વધારો છે. તે જ સમયે ખાદ્ય ચીજોના ભાવમાં ૦.પ ટકાનો વધારો થયો છે અને સુપરમાર્કેટમાં ભાવમાં ૦.૬ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં, ફળો અને શાકભાજીના ભાવમાં ૧.૬ ટકાનો વધારો થયો છે, જ્યારે ટામેટાના ભાવમાં ૪.પ ટકા, સફરજન અને કેળા, બીફના ભાવમાં ર.૭ ટકા, કોફીના ભાવમાં ૩.પ ટકાનો વધારો થયો છે.
એવું માનવામાં આવે છે કે, આ બધી વસ્તુઓના ભાવમાં વધારા પાછળ ટેરિફ સૌથી મોટું કારણ છે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ સરકાર દ્વારા દેશનિકાલ માટે દસ્તાવેજો વિના રહેતા લોકોની ધરપકડ કરવાને કારણે ખેતરોમાં મજૂરોની અછત છે, જેના કારણે ખાદ્ય ચીજોના ભાવમાં પણ વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial